News of Thursday, 18th July 2024
જિયો સિનેમા પેરિસ ૨૦૨૪ ઓલિમ્પિકનું અત્યાર સુધીનું સૌથી વ્યાપક કવરેજ આપશે
જિયોસિનેમા પર સ્પોર્ટસ બ્રોડકાસ્ટિંગની દુનિયામાં સર્વપ્રથમ અભૂતપૂર્વ ૨૦-ફીડ પ્રેઝન્ટેશનમાં ખાસ ઇન્ડિયા ફીડ, મહિલા એથ્લેટસ ફીડનો સમાવેશ થશે

જિયો સિનેમા પર દર્શકો પેરિસ ૨૦૨૪ની તમામ એકશન અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુમાં નિઃશુલ્ક જોઇ શકે છે : સાક્ષી મલિક, વિજેન્દરસિંહ, સાનિયા મિર્ઝા, સોમદેવ દેવવર્મન, વિરેન રાસ્કિન્હા, મુરલી શ્રીશંકર અને પારુપલ્લી કશ્યપ વાયાકોમ૧૮ના ઓલિમ્પિક કવરેજના મુખ્ય મહેમાનો બનશે
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૮ : પેરિસ ૨૦૨૪ ઓલિમ્પિકના સત્તાવાર પ્રસારણ અને ડિજિટલ પાર્ટનર વાયાકોમ૧૮ દ્વારા ૨૬ જુલાઇ ૨૦૨૪થી શરૂ થતાં ઓલિમ્પિક્સની એકસાથે ૨૦ ફીડ્સ અને ઓલિમ્પિયન્સના વિશાળ સમુહ સાથે ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા અને સૌથી વધુ રસપ્રદ ઓલિમ્પિક કવરેજ માટેની જાહેરાત કરવામાં આવી છે. નેટવર્કે ઓલિમ્પિક્સની અત્યાર સુધીની સૌથી વ્યાપક પ્રસ્તુતિને વિસ્તૃત બનાવવા માટે અનેક રમતોના ભૂતપૂર્વ ચેમ્પિયનની અસાધારણ યાદી તૈયાર કરી છે. નેટવર્ક દ્વારા તેની ખાસ ઝુંબેશ ફિલ્મ ‘દમ લગા કે... હઇશા' પણ લોન્ચ કરવામાં આવી, આ ઝુંબેશ અગાઉ ક્યારેય ન જોઈ હોય તેવા ઓલિમ્પિક પ્રસારણનું વચન આપે છે.
લિનિયર પ્લેટફોર્મ પર Sports18 – 1, Sports18 – 1 HD, Sports18 – 2 ભારત કેન્દ્રિત ફીડ ચલાવશે, લ્ports18 – 3 પર ગ્લોબલ એક્શન ઉપલબ્ધ રહેશે. Sports18 – 1 અને Sports18 – 1 HD અંગ્રેજીમાં ગેમ્સ રજૂ કરશે અને ભાષા બટન પર તમિલ અને તેલુગુ ઉપલબ્ધ રહેશે. Sports18 – 2 સમગ્ર પેરિસ ૨૦૨૪ હિન્દીમાં રજૂ કરશે.
ઓપનિંગ સેરેમની દરમિયાન રસપ્રદ કવરેજની સાથે સાથે દર્શકોને ઈન્ડિયાના ખેલાડીઓની ટુકડી પર સમર્પિત કેમેરા ફીડ ભારતીય ખેલાડીઓનો રિંગ-સાઇડ વ્યૂ આપશે. આ ઉપરાંત દર્શકો ભારતીય ખેલાડીના મેડલ વિજયની પળોના કવરેજના આનંદ સાથે સ્ટુડિયોમાંથી જે તે રમતના નિષ્ણાતની સાથે ખેલાડીઓના પરિવારના સભ્યોનો આનંદ પણ જોવા મળશે.
‘આપણા ખેલાડીઓ ગૌરવ હાંસલ કરવાનું લક્ષ્ય રાખી રહ્યા છે ત્યારે પેરિસ ૨૦૨૪ની અમારી રજૂઆત દર્શકોને સૌપ્રથમ અને કેન્દ્રમાં રાખવાના વિચાર પર તૈયાર કરવામાં આવી છે. ભારતમાં પ્રથમ વખત ઓલિમ્પિક્સની રજૂઆતમાં સમર્પિત ભારતીય ફીડ, મહિલા એથ્લેટ્સ ફીડ અને ગ્લોબલ એક્શન ફીડ હશે, અને તે ચાહકો રમતને ધ્યાનથી જોતાં હોય ત્યારે તેમને રમતનો ઝીણવટભર્યો અનુભવ આપે છે,' તેમ વાયાકોમ૧૮ -સ્પોર્ટ્સ હેડ ઓફ કન્ટેન્ટ સિદ્ધાર્થ શર્માએ જણાવ્યું હતું. ‘અમે ભારતીય એથ્લેટ્સની પ્રેરણાદાયી સફરને કેપ્ચર કરવાનો પ્રયાસ કરીએ છીએ અને ઓલિમ્પિક અનુભવ દ્વારા આપણા ખેલાડીઓને સમર્થન આપવા માટે સમગ્ર દેશને એ તરફ લઈ જઈ રહ્યા છીએ.'
ભારતની પ્રથમ મહિલા ઓલિમ્પિક ચંદ્રક વિજેતા રેસલર સાક્ષી મલિક (૨૦૧૬ સમર ઓલિમ્પિક્સ) સાથે બેઇજિંગ ૨૦૦૮ બ્રોન્ઝ મેડલ વિજેતા બોક્સર વિજેન્દર સિંહ જોડાશે. ચાર વખતની ઓલિમ્પિયન અને છ વખત ગ્રાન્ડ સ્લેમ વિજેતા તથા ડબલ્યુટીએ રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવી ચૂકેલી પ્રથમ ભારતીય મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા કોમનવેલ્થ અને એશિયન ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા સોમદેવ દેવવર્મન સાથે જોડાશે. વર્લ્ડ નંબર સેવન લોંગ જમ્પર અને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ વિજેતા રહેલા મુરલી શ્રીશંકર ઓલિમ્પિક દરમિયાન વાયાકોમ૧૮ના નિષ્ણાત તરીકે તદ્દન નવા અવતારમાં જોવા મળશે.
‘રમતગમતને જોવાના દૃષ્ટિકોણની પરિવર્તનશીલ ઊર્જાને કેન્દ્રમાં રાખીને અમે આ કેમ્પેનનો વિચાર તૈયાર કરવા માગતા હતા. આ ફિલ્મ ઓલિમ્પિકની ભાવના માટેની અમારી ફિલસૂફી છે અને એક એવી દુનિયાની કલ્પના કરે છે જયાં ઓલિમ્પિકને ગળાડૂબ થઈ માણવું, આપણને દોડવીરો, બોક્સર, જિમ્નેસ્ટ્સ, તીરંદાજો અને વેઈટલિફટર્સની જેમ આપણા રોજબરોજના જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપે. અમે આ વિચારનું કાલાતીત ગીત શ્નદમ લગા કે હઈશા! સાથે સાયુજય સાધ્યું છે જે સમગ્ર દેશમાં ઓલિમ્પિક માટે ઉત્તેજના જગાડવા અનેક પ્રાદેશિક ભાષાઓમાં મૂવમેન્ટ અને રમતગમત માટેની ભારતીય ભાવનામાં ઊંડે ઊંડે વણાયેલું છે,' તેમ જિયોસિનેમાના બ્રાન્ડ અને ક્રીએટિવ માર્કેટિંગ હેડ શગુન સેડાએ જણાવ્યું હતું. ‘અમારા વિચારને જીવંત બનાવવા માટે અમે જુગાડ મોશન પિક્ચર્સ સાથે ભાગીદારી કરી જેણે એક નવો અભિગમ આપ્યો અને આ વિચારને સમૃદ્ધ ઓડિયો-વિઝ્યુઅલ અનુભવમાં ઉન્નત કર્યો છે.'
વાયાકોમ૧૮ના પેરિસ ૨૦૨૪ના વ્યાપક કવરેજમાં ભારતીય ચાહકો માટે અવશ્ય જોવી જોઈએ તેવી ઇવેન્ટ્સ, ઓલિમ્પિકમાં ભારતીયોએ કઈ ઇવેન્ટ્સનું ધ્યાન રાખવું, ઓલિમ્પિકના ઈતિહાસમાં શ્રેષ્ઠ પ્રદર્શનો, પેરિસ ૨૦૨૪માં ભારતીયો હાંસલ કરી શકે તેવા અભૂતપૂર્વ સીમાચિહ્નો અને અન્ય ઘણી બધી સામગ્રીનો સમાવેશ થાય છે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
