News of Thursday, 18th July 2024
વિશાળ એસ્ટરોઇડ એપોફિસ ૧૩ એપ્રિલ-૨૦૨૯માં પૃથ્વી સાથે અથડાઈ શકે છે
આ એસ્ટરોઇડ ૧૨૩૦ ફુટ પહોળો છે : વિશ્વભરના વૈજ્ઞાનીકોમાં ચિંતા

નવી દિલ્હી, તા.૧૮: પૃથ્વી પર એક મોટું સંકટ ઊભું થઈ રહ્યું છે. વૈજ્ઞાનિકોએ આગાહી કરી છે કે અવકાશમાંથી એક મોટી આપત્તિ ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહી છે. એક વિશાળ એસ્ટરોઇડ પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે. ચિંતાની વાત એ છે કે આ સમસ્યા એટલી ગંભીર છે કે નાસા, ઈસરો અને યુરોપના વૈજ્ઞાનિકો સાથે મળીને તેની સાથે કામ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ૧૩ એપ્રિલ, ૨૦૨૯ ના રોજ એક વિશાળ એસ્ટરોઇડ પળથ્વીની ખૂબ નજીકથી પસાર થશે, તેની પૃથ્વી સાથે ટકરાવાની સંભાવના છે. આ દ્રશ્ય ઘણા દેશોના લોકો પણ જોઈ શકે છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ૧૩ એપ્રિલ, ૨૦૨૯ ના રોજ એસ્ટરોઇડ ૯૯૯૪૨ એપોફિસ પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થશે અને તે સમયે આપણા ગ્રહ પૃથ્વીની સપાટીથી તેનું અંતર ૩૨,૦૦૦ કિલોમીટરથી ઓછું હશે. ભવિષ્યમાં બનતી આ ઘટનાએ વૈજ્ઞાનિકોની ચિંતા વધારી દીધી છે, જો કે, ગ્રહો કરતા તે ઘણા નાના છે અને તેમનો આકાર અનિયમિત છે. ઘણી વખત તેઓ પૃથ્વીની નજીક આવે છે. આ એસ્ટરોઇડનું કદ લગભગ ૩૭૫ મીટર (લગભગ ૧,૨૩૦ ફૂટ) પહોળું હોવાનું કહેવાય છે. તે યુરોપ, આફ્રિકા અને એશિયાના કેટલાક વિસ્તારોમાંથી રાત્રે નરી આંખે જોઈ શકાશે.
એપોફિસની પ્રથમ શોધ ૨૦૦૪ માં થઈ હતી. યુનાઇટેડ સ્ટેટ્સમાં કિટ પીક નેશનલ ઓબ્ઝર્વેટરી ખાતે જૂન ૧૯, ૨૦૦૪ના રોજ એપોફિસનું અવલોકન કરવામાં આવ્યું હતું. પ્રારંભિક અવલોકનો સૂચવે છે કે તે ૨૦૨૯, ૨૦૩૬ અથવા ૨૦૬૮ માં પૃથ્વી પર આવી શકે છે. વિનાશક અસરની સંભાવનાને કારણે એસ્ટરોઇડનું નામ ઇજિપ્તના ‘વિનાશના દેવ' પરથી રાખવામાં આવ્યું હતું. પરંતુ, પછીના અવલોકનો અનુસાર, ઓછામાં ઓછી આગામી સદી સુધી એપોફિસ પૃથ્વી સાથે અથડાવાનો કોઈ ભય નથી. તેમ છતાં, ૨૦૨૯ માં એપોફિસ પસાર થવાની સંભાવના પ્રબળ બની છે.નાસા અને ઈસરોની ટીમ અભ્યાસમાં લાગેલી છે
વિશ્વભરની અવકાશ એજન્સીઓ અને વૈજ્ઞાનિક સંસ્થાઓ તેની ઉડાન દરમિયાન એપોફિસનો અભ્યાસ કરવાની તૈયારી કરી રહી છે. તેઓ ટેલિસ્કોપની મદદથી જમીન પરથી તેનું અવલોકન કરવાની અને અવકાશયાનનો ઉપયોગ કરીને નજીકથી જોવાની યોજના ધરાવે છે.
જ્યારે એપોફિસ એપ્રિલ ૨૦૨૯ માં પૃથ્વી પરથી પસાર થશે, ત્યારે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ તેના માર્ગમાં નોંધપાત્ર ફેરફાર કરશે, તેના ભાવિ માર્ગની આગાહી કરવી મુશ્કેલ બનશે. ડેટાના આધારે, ખગોળશાસ્ત્રીઓએ આગાહી કરી છે કે ૨૦૨૯ માં એપોફિસની ફ્લાયબાય તેના માર્ગને એટલો બદલી શકે છે કે તે ૨૦૬૮માં પળથ્વી સાથે અથડાઈ શકે છે.
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
