<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

યુપીમાં સફેદ કોબ્રા જોવા મળ્‍યો

લખનૌ, તા.૧૮: કોબ્રા એટલે કે કાળોતરો પણ હવે સફેદ થઈ જાય એ હદે આપણી ઇકોસિસ્‍ટમ બદલાઈ રહી છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આવેલા ઇન્‍ડિયન ફૉરેસ્‍ટ્રી રિસર્ચ એજ્‍યુકેશન ટ્રેઇનિંગ ઍન્‍ડ ઇકોલૉજિકલ રીસ્‍ટોરેશન સેન્‍ટરના રિસર્ચ સ્‍ટુડન્‍ટ રાહુલ નિષાદે અભ્‍યાસ દરમ્‍યાન એક સફેદ કોબ્રા શોધી કાઢયો છે. ત્‍વચાને કુદરતી રંગ આપતા મેલૅનિન કણો ન હોય એને અલ્‍બિનો કન્‍ડિશન કહેવાય છે. આ કન્‍ડિશન ધરાવતો સાપ અને એ પણ કોબ્રા સાવ જ ધોળોધબ હોય એ રૅર ઘટના છે. નિષ્‍ણાતોનું કહેવું છે કે આ કોબ્રામાં નૅચરલ મેલૅનિન કણો કે જે ત્‍વચાને રંગ આપે છે, એ સાવ જ ન હોય એવું બહુ જ રૅર છે. આ જિનેટિકલ ખામી છે અને સરીસળપ વર્ગમાં એ દેખાઈ છે એની પાછળ ક્‍લાઇમેટ અને ઇકોલૉજિકલ બદલાવો કારણભૂત.

(3:52 PM IST)