<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

બુંદેલ ખંડ એકસપ્રેસ વે પર બનશે સૌથી લાંબો સોલર પાર્ક

પર્યાવરણ સંરક્ષણ માટે ૨૫ હજાર થી વધારે વૃક્ષો રોપાશેઃ બીલ્‍ડ, ‘‘ઓન એન્‍ડ ઓપરેટ'' મોડલ હેઠળ કરાશે વિકસીત

લખનો યુપી સરકાર બુંદેલાખંડ એકસપ્રેસ વે ની બંન્ને બાજુ સૌથી લાંબો સોઁલર પાર્ક વિકસીત કરી રહી છે. આ સોલર પાર્ક લગભગ ૧૭૦૦ હેકટરમાં ફેલાયેલો હશે અને તેને ઉતર પ્રદેશ એકસપ્રેસ વે ઔધોગિક વિકાસ ઓથોરીટી ની દેખરેખમાં ‘‘બિલ્‍ડ ઓન એન્‍ડ ઓપરેટ'' મોડેલ હેઠળ વિકસીત કરાશે.

રિપોર્ટ અનુસાર યુપીડાએ સોલર પાર્ક માટે ૧૭૦૦ હેકટર જમીન છે. ઇટાવાથી ચિત્રકૂટ સુધીના ૨૯૬ કીલોમીટર લાંબા બુંદેલા ખંડ એકસપ્રેસ વે ના કિનારે મુખ્‍ય કેરેજ વે અને સર્વિસ રોડ વચ્‍ચે આવેલ છે. જમીનની સરેરાશ પહોળાળ ૧૫ થી ૨૦ મીટર વચ્‍ચે છે. આ વિસ્‍તારમાં સોર વિકીરણ પ્રતિ ચોરસ મીટર પ્રતિ દિન ૫ થી ૫.૫ કીલોવોર અવરની છે.

પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક મહત્‍વ પૂર્ણ પગલું લેતા મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથે એકસપ્રેસ વે ના કિનારે પીપળા પાકડ, વડ, ગુલર અને લીમડાના ૨૫૦૦૦ થી વધારે વૃક્ષો વાવવાનો નિર્દેશ આપ્‍યો છે

(5:08 PM IST)