<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th July 2024

લક્ષદ્વીપમાં ભારત બે મિલિટરી એરફિલ્ડ તૈયાર કરશે, ચીનની વધતી ગતિવિધિઓ પર નજર રહેશે

ભારતે લક્ષદ્વીપમાં બે સૈન્ય એરફિલ્ડ તૈયાર કરવાની યોજનાને મંજૂરી આપી દીધી

 નવી દિલ્હી :ભારત તેની સૈન્ય ક્ષમતાઓને મજબૂત કરવા પર સતત ધ્યાન આપી રહ્યું છે. આ દિશામાં વધુ એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. ચીનની વધતી ગતિવિધિઓ પર નજર રાખવા માટે ભારતે લક્ષદ્વીપમાં બે સૈન્ય એરફિલ્ડ તૈયાર કરવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. વાસ્તવમાં ચીન આ ક્ષેત્રમાં પોતાની પહોંચ વધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. ત્રણેય સેનાઓના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી

  સંરક્ષણ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કેન્દ્ર સરકારે ગુરુવારે આ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં લક્ષદ્વીપમાં બે સૈન્ય એરફિલ્ડ માટેના એક્શન પ્લાનને મંજૂરી આપવામાં આવી હતી.

 વધુમાં જણાવવામાં આવ્યું છે કે આ એક્શન પ્લાન લક્ષદ્વીપના મિનિકોય અને અગાટી ટાપુઓમાં લાગુ કરવામાં આવશે. મિનિકોય આઇલેન્ડ પર એક નવું એરબેઝ સ્થાપિત કરવામાં આવશે, જ્યારે અગાટી આઇલેન્ડ ખાતેના હાલના એરફિલ્ડનું વિસ્તરણ કરવામાં આવશે. સૈન્ય બાબતોના વિભાગના નેતૃત્વમાં ત્રણેય સેવાઓના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.


 

(1:11 AM IST)