News of Sunday, 21st July 2024
નૂહ અભેદ્ય કિલ્લો બન્યું : દરેક ખૂણા પર પોલીસ તૈનાત : શોભાયાત્રામાં ચકલું પણ ફરકી નહિ શકે
બ્રજમંડલ જલાભિષેક યાત્રા દરમિયાન નૂહ પોલીસ જમીનથી આકાશ સુધી ચાંપતી નજર રાખશે.

નવી દિલ્હી : બ્રજમંડળ જલાભિષેક યાત્રા દરમિયાન નૂહ પોલીસ જમીનથી આકાશ સુધી ચાંપતી નજર રાખશે. પોલીસ, કમાન્ડો, ઘોડેસવાર/ડોગ/બોમ્બ સ્ક્વોડ અને પોલીસ કર્મચારીઓ દરેક ખૂણે-ખૂણે તૈનાત કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડ્રોન અને ડોગ સ્ક્વોડ દ્વારા નૂહ પોલીસનું સર્ચ ઓપરેશન અને દેખરેખ સતત ચાલુ છે અને વિડીયોગ્રાફી અને ડોગ સ્કવોડ દ્વારા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે
માહિતી આપતા પોલીસે જણાવ્યું કે આ વખતે બ્રજમંડળ જલાભિષેક શોભા યાત્રા માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે પોલીસ આકાશથી લઈને જમીન સુધીની દરેક ગતિવિધિ પર ચાંપતી નજર રાખી રહી છે.
પોલીસ, અર્ધલશ્કરી દળ અને કમાન્ડોના જવાનોને માત્ર જમીન અને આકાશ જ નહીં પરંતુ અરવલ્લી પર્વત પર પણ અડધા આકાશની ઉંચાઈ સુધી તૈનાત કરવામાં આવ્યા છે અને અરવલ્લી પર્વત અને આસપાસના સ્થળો પર ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
આ સાથે મંદિરોને અડીને આવેલા અરવલ્લી પર્વત પર પોલીસ દ્વારા સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
નૂહ પોલીસ નૂહ શહેર, નલ્હારેશ્વર મંદિર, અરવલ્લી પર્વત, બડકાલી ચોક, ઝિરકેશ્વર મંદિર સહિત શ્રીંગેશ્વર મંદિર (સિંગર) અને યાત્રાના સમાપન સ્થળો પર નજર રાખી રહી છે. એટલું જ નહીં ડોગ સ્કવોડ અને ઘોડા પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે. જેમાં સીઆરપીએફ, આરએએફ સહિત અર્ધલશ્કરી દળોના સૈનિકો આ વખતે તૈનાત રહેશે
બ્રજમંડળ જલાભિષેક શોભાયાત્રા દરમિયાન બહારના રાજ્યો અને જિલ્લાઓમાંથી આવતા લોકોના વાહનોની નૂહમાં વિડિયોગ્રાફી કરવામાં આવશે અને તેમની સંપૂર્ણ ચેકિંગ કરવામાં આવશે જેથી યાત્રામાં કોઈ વિસ્ફોટક સામગ્રી, હથિયારો વગેરે ન પહોંચી શકે. સામાન્ય લોકોમાં સુરક્ષાની ભાવના ઉભી કરવા માટે આ વિસ્તારમાં પોલીસ અધિક્ષક નુહની હાજરીમાં ફ્લેગ માર્ચ પણ કાઢવામાં આવી હતી. .
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
