<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

કમલા હેરીસને હરાવવાનું મારા માટે વધુ સહેલું બનશે : ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રથમ રિએક્શન બહાર આવ્યું

અમેરિકાના પ્રેસિડેન્ટ ની ચુટણી : વર્તમાન પ્રેસિડેન્ટ જો બિડને પોતાની ઉમ્મેદવારી પરત ખેંચ્યા પર વિપક્ષી રિપબ્લિકન પક્ષના ઉમ્મેદવાર અને અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનુ  પ્રથમ નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યુ કે કમલા હેરિસને હરાવવા મારા માટે વધારે સરળ રહેશે.

ન્યુયોર્ક : લાંબા સમયના વાદવિવાદના અંતે નવેમ્બરમાં આવી રહેલ અમેરિકન પ્રેસિડેન્ટની ચૂંટણીમાંથી ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અને હાલના પ્રેસિડેન્ટ જો બાયડને ઉમેદવારી પાછી ખેંચી લેતા હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરીશ વચ્ચે જંગ ખેલાશે તે નિશ્ચિત બન્યું છે.


રાષ્ટ્રપતિ બિડેન અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણ રેસમાંથી બહાર થઈ ગયા છે, જે સાથે જ તેમની ૫૦ વર્ષની લાંબી રાજકીય કારકિર્દીનો કરુણા અંત આવ્યો છે. સાથી ડેમોક્રેટ્સ સભ્યો દ્વારા પુનઃચૂંટણી માટેની તેમની ઉમેદવારીને સમાપ્ત કરવા માટે દબાણ લાવ્યા બાદ આ પરિસ્થિતિમાં પરિણમ્યો હતો  ૨૭ જૂનના રોજ એક જાહેર ડિબેટ દરમિયાન સર્જાયેલ ધબડકા બાદ પ્રેસિડેન્ટ પદની રેસમાંથી ખસી જવા તેમના ઉપર ભારે દબાણ સર્જાયેલ. અધુરામાં પૂરું તેમને કોરોના વળગ્યો હતો.


૮૧ વર્ષીય બિડેને રવિવારે જાહેરાત કરી હતી કે તેઓ હવે વધુ ચાર વર્ષ માટે પ્રેસિડેન્ટ તરીકે રહેશે નહીં. તેમની શારીરિક અને માનસિક સ્થિતિ પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે.  પ્રાઈમટાઇમ ડિબેટ દરમિયાન પોતાના જવાબોમાં વાક્યો પૂરા કરવા માટે પણ ભારે મહેનત કરવી પડી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની ડિબેટ દરમિયાન મૂંઝવણભર્યા દેખાવ અને તેમના પ્રશ્નોના જવાબો આપવામાં ગેંગે ફેફે થયા તે સમગ્ર વિશ્વએ નિહાળ્યું હતું


“અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે સેવા આપવી એ મારા જીવનનું સૌથી મોટું સન્માન રહ્યું છે.  અને જ્યારે ફરી ચૂંટણી લડવાનો મારો ઈરાદો રહ્યો છે, ત્યારે હું માનું છું કે મારા પક્ષ અને દેશના હિતમાં છે કે હું મારી બાકીની મુદત માટે પ્રેસિડેન્ટ તરીકેની મારી ફરજો પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરું, "બિડેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલ એક પત્રમાં આ મુજબ લખ્યું છે.


અમેરિકન પ્રેસિડેન્ટે કહ્યું કે તેઓ તેમના નિર્ણય વિશે અઠવાડિયાના અંતમાં રાષ્ટ્રને સંબોધિત કરશે.  તેમણે નવેમ્બરમાં પક્ષના ઉમેદવાર તરીકે ઉપરાષ્ટ્રપતિ હેરિસ અથવા અન્ય કોઈ ઉમેદવારને તરત જ સમર્થન આપ્યું ન હતું. પરંતુ થોડીવાર પછી કમલા હેરીશને સમર્થન આપતા હોવાનું જાહેર કરેલ.

(12:28 AM IST)