News of Monday, 22nd July 2024
હિંસાગ્રસ્ત બંગલાદેશમાંથી ૧૦૦૦ ભારતીય સ્ટુડન્ટ્સ પાછા ફર્યાઃ ૪૦૦૦ હજી ફસાયેલા
નેપાલ અને ભુતાનના સ્ટુડન્ટ્સને પણ ભારત-સ્વદેશ પહોંચાડવામાં મદદ કરશે

નવી દિલ્હી,તા. ૨૨: પાડોશી દેશ બંગલાદેશમાં આરક્ષણના મુદ્દે ફાટી નીકળેલી હિંસાને કારણે દેશમાં સિવિલ વોર જેવી પરિસ્થિતિ છે ત્યારે બંગલાદેશની વિવિધ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ૫૦૦૦ પૈકી ૧૦૦૦ સ્ટુડન્ટ્સ ભારત આવી ગયા છે, ૨૦૦ સ્ટુડન્ટ્સ ઢાકા અને ચિત્તાગોંગથી ફલાઇટમાં અને આશરે ૮૦૦ સ્ટુડન્ટ્સ રોડ માર્ગે ભારત આવ્યા છે.
જોકે ત્યાં ફસાયેલા ૪૦૦૦ સ્ટુડન્ટ્સને ભારત લાવવા માટે ઢાકામાં આવેલા ભારતીય રાજદૂતાવાસે કામગીરી હાથ ધરી છે. વિદેશ મંત્રાલય અને ભારતીય બોર્ડર સિક્યોરિટી ફોર્સે આ કામગીરી ઉપાડી લીધી છે અને આ સ્ટુડન્ટ્સને રોડ રસ્તે ભારત લાવવામાં આવશે. નેપાલ અને ભુતાનના સ્ટુડન્ટ્સને પણ ભારત-સ્વદેશ પહોંચાડવામાં મદદ કરશે.
ભારતીય સ્ટુડન્ટ્સે જણાવ્યું હતું કે ઘણાએ ફલાઇટની ટિકિટો બુક કરાવી છે, પણ રવિવાર સુધી કરફયુ હોવાથી ઘરની બહાર નીકળી શકાય એમ નથી. વિવિધ યુનિવર્સિટીઓની હોસ્ટેલમાં ભારતીય સ્ટુડન્ટ્સ અટકાયા છે જયાં હાલમાં વાતાવરણ શાંત છે.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
