<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

મેંગલોરમાં રીસાઇકલ્‍ડ પ્‍લાસ્‍ટિકની બેન્‍ચ

પ્‍લાસ્‍ટિક સંપૂર્ણપણે ડિકમ્‍પોસ્‍ટ થતાં ૪૦૦ વર્ષ લાગે છે

મેંગલોર,તા.૨૨: પ્‍લાસ્‍ટિક હોય કે માઇક્રોપ્‍લાસ્‍ટિક્‍સ, એનો યુઝ ઓછો થાય અને જો થાય તો એ રીસાઇકલ થઈને વધુ કચરો ન વધારે તો જ સસ્‍ટેનેબલ બને. કેનેરા ઓર્ગેનાઇઝેશન ફોર ડેવલપમેન્‍ટ એન્‍ડ પીસ દ્વારા મેન્‍ગલોર શહેરમાં ઠેર-ઠેર ૩૦થી વધુ ઇકો-બ્રિક્‍સ ધરાવતી બેન્‍ચ મૂકવામાં આવી છે. આમ તો આ કામની ટેક્‍નોલોજી ૧૯૯૮માં ડેવલપ કરવામાં આવી હતી, પરંતુ એને સુચારુ રીતે અમલમાં ૨૦૧૯થી મૂકવામાં આવી છે. હવે મેન્‍ગલોર શહેરમાં જયાં નજર પડશે ત્‍યાં પ્‍લાસ્‍ટિકની બોટલની અંદર માઇક્રોપ્‍લાસ્‍ટિક્‍સ ભરીને એની ઇંટ બનાવીને એ ઇંટમાંથી બનાવેલી બેન્‍ચ જોવા મળશે. કહેવાય છે કે પ્‍લાસ્‍ટિક સંપૂર્ણપણે ડિકમ્‍પોસ્‍ટ થતાં ૪૦૦ વર્ષ લાગે છે એટલે એવો દાવો થઈ રહ્યો છે કે એ પબ્‍લિક બેન્‍ચ સેંકડો વર્ષ સુધી ટકશે.

(10:02 AM IST)