<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

‘‘પ્રેમ ના ફુલો’’


     આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૭ વર્ષોથી ધ્યાન, અોશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું ઍકમાત્ર ધ્યાન મંદિર.  
  સ્થળઃ
અોશો સત્ય ­કાશ ધ્યાન મંદિર ગોîડલ રોડ, વિવેકાનંદ  અોવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય ­કાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
પરમાત્મા છે -હમણાં અને અહીં
પ્યારી જયંતિ, પ્રેમ
પરમાત્મા દુર છે, કારણ કે નજીક આપણને જાતા નથી આવડતું.
નહીં તો તેનાથી નજીક બીજુ કંઇ પણ નથી.
તે નજીક જ નહીં- પરંતુ નજીકતાનું જ બીજુ નામ છે.
અને તે બીજુ નામ પણ તેમને માટે જ શોધવું પડયું છે.જે નજીકમાં
અોળખી જ નથી શકતા.
શબ્દ,નામ, સિધ્ધાંત, શાસ્ત્ર,ધર્મ, દર્શન- બધાં તેમને માટે શોધવાં
પડયાં છે, જે ફકત દુર જ જાઇ શકે છે.
અને, ઍટલા માટે તેમનો પરમાત્માથી કોઇ પણ સંબંધ નથી.
તેમનો સંબંધ ફકત ‘‘નજીકના તરફ જે અંધ છે’’બસ તેમનાથી જ છે.
ઍટલા માટે હું કહું છુંઃ દુરને છોડો- કાળમાં પણ અવકાશમાં
પણ-હમણા અને અહીં- જુઅો.
અવકાશના કણમાં જુઅો.
કાળની ક્ષણ (વ્જ્ઞ્ૃફૂ-ૃંફૂઁદ્દ  ) માં કાળ મટી જાય છે.
અવકાશના કણ (ર્લ્ષ્ટીણૂફૂ ર્ીદ્દૃં  ) માં ક્ષેત્ર મટી જાય છે.
હમણાં અને અહી (ણ્ફૂશ્વફૂ ર્ીઁદ્દ ઁંરૂ ) માં ન સમય છે, ન
ક્ષેત્ર છે.
પછી જે બાકી રહી જાય છે, તે જ સત્ય--તે જ છે પ્રભુ--તે જ છે.
‘‘ તત્વમસિ શ્વેતકેતું  

 

(10:07 AM IST)