<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ચોટીલા પાસે ગોઝારો અકસ્‍માતઃ લીંબડી શિયાણી ગામના ૪ દેરાણી-જેઠાણીના મોતઃ ૧૮ને ઇજા : ૬૫ વર્ષના મંજુબેન રેથરીયાના નાનપણમાં ગુજરી ગયેલા દિકરાનું પિતૃકાર્ય કરવા શીયાણી-દેવળીયા ગામેથી રેથરીયા (કોળી) પરિવારના ૨૫ જેટલા સદસ્‍યો ગીર સોમનાથ જવા રવાના થયા હતાં: રાત્રે આપાગીગાના ઓટલા પાસે ઘટના : મગજીબેન ગોબરભાઇ રેથરીયા (ઉ.વ.૭૦)નું રાજકોટમાં મૃત્‍યુઃ મંજુબેન ઘનશ્‍યામભાઇ રેથરીયા (ઉ.વ.૬૫), ગલાલબેન કાળુભાઇ રેથરીયા (ઉ.વ.૬૦) અને ગોૈરીબેન પાંચાભાઇ રેથરીયા (ઉ.વ.૬૮)ના ઘટના સ્‍થળે મૃત્‍યુઃ બોલેરોના ચાલક દશરથભાઇ રેથરીયા સહિત ૧૮ ઘાયલોને રાજકોટ સિવિલમાં ખસેડાયા : ચારેય દેરાણી જેઠાણીના પતિ ખેત મજૂરી કરે છેઃ કુલ પાંચ ભાઇઓનો પરિવારઃ મૃતક પૈકી ગલાલબેનનો એક પુત્ર અમદાવાદ પોલીસમાં ફરજ બજાવે છે બોલેરો ચાલક દશરથભાઇએ કહ્યું-અમે અમારી સાઇડમાં હતાં, રોડ આડે ઓચીંતો ટ્રક આવી જતાં અકસ્‍માત થયો : ચાર સગા ભાઇઓએ એક સાથે પત્‍નિઓને ગુમાવીઃ પરિવારમાં શોકની કાલીમા : બોલેરો પીકઅપ રોડ પર ઓચિંતા ધસી આવેલા ટ્રક સાથે અથડાતાં મરણચીસો ગાજી3:52 PM IST

એસ્‍સાર ગ્રુપના સહસંસ્‍થાપક શશી રૂઈયાનું અવસાન : નરેન્‍દ્રભાઈ મોદીએ શ્રદ્ધાંજલી પાઠવી : દેશના ટોચના ઉદ્યોગપતિ અને એસ્‍સાર ગ્રુપના કો-ફાઉન્‍ડર શશી રૂઈયાનું આજે દુઃખદ અવસાન થયુ છે. તેઓ ૮૦ વર્ષના હતા. હાલમાં તેમના માર્ગદર્શન હેઠળ તેમના નાનાભાઈ રવિ રૂઈયા અને તેના પુત્રો પ્રશાંત અને અંશુમાન એસ્‍સાર ગ્રુપનું નેતૃત્‍વ કરી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ઘેરા શોકની લાગણી વ્‍યકત કરી છે. ૧૯૯૦માં જામનગર ખાતે ભારતની સિંગલ લોકેશન ઉપર આવેલી સૌથી મોટી ઓઈલ રીફાઈનરીની સ્‍થાપના કરી હતી. રૂઈયાએ આ રીફાઈનરી રશિયાના રોઝનેફટને ૧૩ અબજ ડોલરમાં વેચાણ કર્યુ હતું. હઝીરામાં એસ્‍સાર ગ્રુપે ૧૦ એમટીપીએ સ્‍ટીલ પ્‍લાન્‍ટ પણ ૯૦ના દાયકામાં હઝીરા ખાતે ઉભો કર્યો હતો. (મુકુંદ બદીયાણી, અકિલા - જામનગર) 11:28 AM IST

સ્થળ પરના સીસીટીવી ચેક કરવામાં આવે તો સત્ય બહાર આવે* રાજકોટ: સ્થળ પર રહેલા કહેવાતા સીસીટીવી ચેક કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે તેવી ચર્ચા.. અન્ય પક્ષના વર્તુળો કહે છે કે પોલીસ ઓફિસર પાસે કોઈ હથિયાર હતું નહીં? સાચું શું? આજે પાટીદાર આગેવાન જયંતીભાઈ સરધારા અને પીએસઆઇ સંદીપ પાદરીયા વચ્ચે રાજકોટ ખાતે લગ્ન પ્રસંગ દરમિયાન થયેલી કહેવાતી ઝપાઝપીના અહેવાલો ભારે વાયરલ થયા છે. ફોટા ઉપરથી એવું લાગે કે જયંતીભાઈને માથામાં અને નાક ઉપર વાગ્યું છે, જ્યારે કેટલાક વર્તુળોમાં ચર્ચા છે કે જેન્તીભાઈએ પાટુ મારેલ અને પછી પીએસઆઇએ મુકો માર્યો હતો. સીસીટીવીના ફૂટેજ બહાર આવે તો જ સત્ય જાણવા મળે..12:09 AM IST

સામાજીક-શૈક્ષણીક ઉત્‍થાન માટે હંમેશા મારા મનમાં મનોમંથન : ડો.વિરમભાઇ : પોરબંદરની ૩૭ વર્ષની શૈક્ષણીક-સામાજીક વિકાસ યાત્રામાં યોગદાન આપનાર શિક્ષણપ્રેમી દાતાશ્રી ડો.વિરમભાઇ ગોઢાણીયાની વિડીયો કોલીંગ મુલાકાતમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર ડો.રાજીબેન કડછા સાથે દિલ ખોલીને વાત : ભારત સરકારના માનવ સંશાસધન વિકાસ મંત્રાલય ન્‍યુ દિલ્‍હી દ્વારા રાષ્‍ટ્રીય શિક્ષણ નિતિ-ર૦ર૦ પુસ્‍તકનું પ્રકાશન ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે ગુણવતા સુધારવા કવોલીટી એજયુકેશન પુસ્‍તક, મહેર સમાજની આજ ગઇકાલે અને આવતીકાલે પુસ્‍તક લખ્‍યાઃ શિક્ષણની ગુણવતા અંગે સચિત્ર શિક્ષણ યાત્રાનું ‘જ્ઞાનોત્‍સવ' પુસ્‍તક શાળા કોલેજો અને યુનિવર્સિટીઓએ આવકાર્ય : પુર્વ મુખ્‍યમંત્રી કેશુભાઇ પટેલની ઉપસ્‍થિતિમાં આંતરરાષ્‍ટ્રીય મહેર મહાસંમેલનમાં દેશ-વિદેશના સમાજ શ્રેષ્‍ઠીઓ દ્વારા સર્વાનુમતે ઠરાવમાં સમાજ ઉત્‍કર્ષ અને શિક્ષણ ક્ષેત્રે જાગૃતી લાવવા ડો. વિરમભાઇ ગોઢાણીયાની પસંદગી કરાઇ હતી : પિતાની આર્થિક સ્‍થિતિ ખુબ જ નબળી હતી, આગળ ભણવાનો ઉપાય નહોતોઃ પિતાની ભલામણથી કેન્‍યાના કિસુમુ ખાતે લોહાણા બોર્ડીંગ (છાત્રાલય)માં મને પ્રવેશ મળ્‍યો જે મારા જીવનનો શિક્ષણ મેળવવાનું પ્રથમ પગથિયું હતું: ડો.વિરમભાઇ : અહેવાલઃ પરેશ પારેખ (પોરબંદર) ઇન્‍ટરવ્‍યુનું સંકલનઃ કેળવણીકાર ડો.ઇશ્વરલાલ ભરડા (પોરબંદર) : ઇન્‍ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્‍સીલના ઉડાન કાર્યક્રમ હેઠળ ડો. વિરમભાઇ ગોઢાણીયાની ઓનલાઇન ઝુમ વિડીયો કોલ મુલાકાત દેશ-વિદેશની શાળા-કોલેજોના વિદ્યાર્થીઓએ નિહાળી : માત્ર ડીગ્રી લક્ષી શિક્ષણને બદલે ગુણવતા સભર શિક્ષણને પ્રાધાન્‍ય આપનાર ડો. વિરમભાઇને અત્‍યાર સુધીમાં ગુજરાત સરકાર દ્વારા કર્મયોગી એવોર્ડ પ્રેસ એસોસીએશન દ્વારા મેઇન ઓફ ધ ઇયર એવોર્ડ-ર૦૦પ, પૂ. રમેશભાઇ ઓઝા દ્વારા રાજશ્રી એવોર્ડ તેમજ ધર્મરત્‍ન એવોર્ડ એનાયત થયા છે11:32 AM IST

જયંતિભાઇની ફરિયાદ-હું સરદારધામનો ઉપપ્રમુખ થતાં નરેશ પટેલને પસંદ ન આવતાં પીઆઇએ ‘તું ગદ્દાર છો' કહી મારી હત્‍યાનો પ્રયાસ કર્યો : મવડી કણકોટ રોડ પર શ્‍યામ પાર્ટી પ્‍લોટમાં પાટીદાર અગ્રણી સરદારધામ સોૈરાષ્‍ટ્રના ઉપપ્રમુખ પર જુનાગઢ એસઆરપી રિજીયન પીઆઇ સંજય પાદરીયાએ હુમલો કર્યાની ઘટનામાં તાલુકા પોલીસે હત્‍યાની કોશિષનો ગુનો નોંધ્‍યોઃ ભારે ચકચાર હરિ ધવા રોડ પર શ્રીરામ પાર્કમાં રહેતાં જયંતિભાઇ સરધારા મિત્ર રમેશભાઇ કોરાટના પુત્રના લગ્ન પ્રસંગમાં હતાં અને અગ્રણીઓ સાથે વાતો કરતાં હતાં ત્‍યારે એક વ્‍યક્‍તિએ આવી-હું સંજય પાદરીયા પીઆઇ છું, તું સમાજનો ગદ્દાર છો કહી ઝઘડો કર્યોઃ આગેવાનોએ વચ્‍ચે પડી શાંત પાડયાઃ પછી જયંતિભાઇ પાર્કિંગમાંથી કાર લઇ નીકળ્‍યા ત્‍યારે પીઆઇ પાદરીયાએ ફરીથી આંતરી-હું નરેશભાઇ પટેલની સક્રિય ટીમમાં છું, તું સરદારધામમાં ઉપપ્રમુખ બનીને ગદ્દારી કરે છે, આજે તો જીવતો જવા દેવો નથી કહી માથામાં પિસ્‍તોલ જેવા હથીયારથી ઘા ફટકાર્યાઃ જયંતિભાઇ પડી ગયા પછી માથે આવી ઢીકાપાટુ માર્યાઃ બે અજાણ્‍યા લોકોએ બચાવ્‍યાઃ પીઆઇએ ગાળો દઇ ફરી ધમકી દીધાનો ફરિયાદમાં આરોપઃ લોહીલુહાણ હાલતમાં જાતે જ કાર ચલાવી જયંતિભાઇ સારવાર માટે પહોંચ્‍યા હુમલામાં ઘાયલ જયંતિભાઇ સરધારા, ઘટના સ્‍થળના સીસીટીવી ફૂટેજ અને જેના વિરૂધ્‍ધ ગુનો દાખલ કરાયો છે તે જુનાગઢ એસઆરપી રિજીયન પીઆઇ સંજય પાદરીયાનો ફાઇલ ફોટો જોઇ શકાય છે2:44 PM IST