<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

કાલે બજેટ... કોને શું મળશે ? અટકળોની આંધી

યે દિલ માંગે મોર... આમ જનતા, ખેડૂત, વેપારીઓ, મજુર, યુવા, મહિલાઓને બજેટથી કંઇકને કંઇક અપેક્ષાઓ : અર્થતંત્ર ‘હટુકટ્ટુ' હોવાથી દરેક વર્ગ માટે લોકલુભાવન જાહેરાતોની સંભાવનાઓ : કરદાતાઓને મળશે અનેક રાહત : ટેક્ષ સ્‍લેબમાં ફેરફારની આશા : ગ્રામિણ વિકાસ ઉપર મૂકાશે ભાર

નવી દિલ્‍હી, તા.૨૨: આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થયું છે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ બીજું સંસદ સત્ર ૧૨ ઓગસ્‍ટ સુધી ચાલવાની શકયતા છે. સત્રમાં ૨૨ દિવસના સમયગાળામાં ૧૬ બેઠકોનો સમાવેશ થશે. સર્વપક્ષીય બેઠકની અધ્‍યક્ષતા કરતી વખતે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વિપક્ષી દળોને પણ સલાહ આપી હતી કે તેઓ ખુલ્લા હૃદયથી તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર રહે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંકેત આપ્‍યો છે કે બજેટમાં મહિલાઓ, ખેડૂતો અને ગ્રામીણ વિસ્‍તારો પર ભાર મૂકવામાં આવી શકે છે. કર્મચારીઓ, વેપારીઓ અને વિદ્યાર્થીઓ સહિત દરેક વર્ગના લોકો બજેટમાંથી રાહતની અપેક્ષા રાખી રહ્યા છે.

યે દિલ માંગે મોર... દરેક વર્ગ રાહત ઈચ્‍છે છે

સામાન્‍ય લોકો માટે....હોમ લોન પર વ્‍યાજ માટે કપાતની મર્યાદા ઓછામાં ઓછા ૩ લાખ રૂપિયા સુધી વધારવાની માંગ.

તમામ માટે નવી આવાસ યોજનાની અપેક્ષા, સામાજિક ખર્ચમાં વધારો અપેક્ષિત.

નોકરી કરતા લોકોને...

એવી અટકળો છે કે સરકાર આવકવેરા મુક્‍તિ મર્યાદામાં ફેરફાર કરશે. તેનાથી મધ્‍યમ વર્ગ અને નોકરીયાત લોકોને ઘણો ફાયદો થશે.

વધતી જતી મોંઘવારીને કારણે જૂની અને નવી આવકવેરા પ્રણાલીમાં સ્‍ટાન્‍ડર્ડ ડિડક્‍શન વર્તમાન રૂ. ૫૦,૦૦૦થી વધારીને રૂ. ૧ લાખ કરવાની માંગ.

નવી પેન્‍શન યોજનાને વધુ આકર્ષક બનાવી શકાય છે, જેને લઈને હાલમાં સરકારી કર્મચારીઓ નારાજ છે.

ખેડૂતોને....સરકાર કિસાન સન્‍માન નિધિને ૬,૦૦૦ રૂપિયાથી વધારીને ૧૦-૧૨ હજાર રૂપિયા વાર્ષિક કરી શકે છે.

કળષિ ઉત્‍પાદનો પર જીએસટી દર ઘટાડવાનો નિર્ણય થઈ શકે છે.

કામદારોને...

મનરેગા હેઠળ, વેતનના દિવસો ૧૦૦ થી વધારીને ૧૫૦ દિવસ કરી શકાય છે.

મનરેગા કામદારોને કળષિ ક્ષેત્ર સાથે જોડવા માટે નિર્ણય લઈ શકાય છે.

યુવાનોને....સરકાર પર સૌથી મોટું દબાણ રોજગારીની તકો ઊભી કરવાનું છે. કૌશલ્‍ય વિકાસ અને રોજગારી પેદા કરતા ક્ષેત્રો માટે બજેટમાં ફાળવણીમાં વધારો થવાની શકયતા છે.

અગ્નિવીર જેવી યોજનામાં સૈનિકોને વધુ આર્થિક લાભની જાહેરાત કરી શકાય છે.

મહિલાઓને...રાંધણગેસથી લઈને આરોગ્‍ય સેવાઓ સુધી સબસિડી આપી શકાય છે.

મહિલાઓને ટેક્‍સમાં છૂટ આપવા પર પણ વિચાર કરી શકાય.

મહિલા જમીન માલિક ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક રકમ ૧૨,૦૦૦ રૂપિયા હોઈ શકે છે.

ઉદ્યોગપતિઓ... નેશનલ રિટેલ બિઝનેસ પોલિસી હેઠળ ૧૦ લાખ રૂપિયા સુધીનો અકસ્‍માત વીમો મેળવવાની અપેક્ષા રાખો. આ માટે માત્ર ૬,૦૦૦ રૂપિયાનું અંદાજિત પ્રીમિયમ.

સરકાર ઉત્‍પાદન આધારિત પ્રોત્‍સાહક યોજના (PLI)નો વ્‍યાપ વધારી શકે છે. તેના કાર્યક્ષેત્રમાં કાપડ, ઝવેરાત અને હસ્‍તકલા જેવા ક્ષેત્રોનો સમાવેશ થઈ શકે છે.

મોદી સરકાર ૩.૦ ના પ્રથમ સામાન્‍ય બજેટથી તમામ વર્ગના લોકોને ઘણી અપેક્ષાઓ છે. દેશની અર્થવ્‍યવસ્‍થા રોકેટ ગતિએ વધી રહી છે. કેન્‍દ્રમાં ભાજપને પૂર્ણ બહુમતી ન મળવાને કારણે બદલાયેલા રાજકીય સંજોગોમાં આ વર્ષે લોકપ્રિયતાવાદી ઘોષણાઓની નિષ્‍ણાતો અપેક્ષા રાખે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંકેત આપ્‍યો છે કે બજેટમાં મહિલાઓ, ખેડૂતો અને ગ્રામીણ વિસ્‍તારો પર ભાર મૂકવામાં આવી શકે છે. કર્મચારીઓ, વેપારીઓ અને વિદ્યાર્થીઓ સહિત દરેક વર્ગના લોકો બજેટમાંથી રાહતની અપેક્ષા રાખી રહ્યા છે.

નિર્મલા સીતારમણ મંગળવારે સાતમી વખત બજેટ રજૂ કરશે. માનવામાં આવે છે કે આ વખતે કરદાતાઓને અનેક પ્રકારની રાહત મળી શકે છે. ટેક્‍સ મુક્‍તિથી લઈને આવકવેરા સ્‍લેબમાં ફેરફાર કરી શકાય છે. નવી ટેક્‍સ સિસ્‍ટમમાં કેટલીક વધારાની છૂટ પણ આપવામાં આવી શકે છે. લોકો માંગ કરી રહ્યા છે કે આવકવેરાની કલમ ૮૦C હેઠળ આપવામાં આવેલી કપાત મર્યાદા ૧.૫ લાખ રૂપિયાથી વધારીને ઓછામાં ઓછા ૨ લાખ રૂપિયા કરવામાં આવે. ટેક્‍સ સ્‍લેબમાં પણ ફેરફાર થવો જોઈએ. નવી અને જૂની બંને ટેક્‍સ સિસ્‍ટમમાં મૂળભૂત મુક્‍તિ મર્યાદા વધારીને રૂ. ૫ લાખ કરવાની માંગ છે. નવી સિસ્‍ટમમાં HRA પર કર મુક્‍તિ અથવા હોમ લોનના વ્‍યાજ પર કપાતની સુવિધાની પણ માંગ છે. નિષ્‍ણાતોનું માનવું છે કે સરકાર પોતાના ત્રીજા કાર્યકાળના પ્રથમ પૂર્ણ બજેટમાં મહિલાઓ, ખેડૂતો અને યુવાનો માટે તિજોરી ખોલી શકે છે. યુવાનો માટે રોજગાર વધારવાના નવા પગલાં બજેટમાં જોવા મળી શકે છે, જ્‍યારે સરકાર મહિલાઓને કરોડપતિ બનાવવાની ભાજપની યોજનાને આગળ વધારવા માટે મોટા રોકાણની જાહેરાત કરી શકે છે.

(10:55 AM IST)