News of Monday, 22nd July 2024
ઓબામાએ જો બાયડનના ઢગલામોઢે વખાણ કર્યા, પરંતુ કમલા હેરીસની ઉમેદવારી અંગે મૌન સેવ્યુ : ઓબામા પ્રમુખ હતા ત્યારે બાયડન ઉપપ્રમુખ હતા

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે. બિડેને આ નિર્ણય ત્યારે લીધો જ્યારે ડેમોક્રેટિક પાર્ટીની અંદરથી તેમના પર રાષ્ટ્રપતિ પદની રેસમાંથી ખસી જવા માટે દબાણ વધી રહ્યું હતું. બિડેને ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને સમર્થન જાહેર કર્યું છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ જો બિડેનના ફરીથી ચૂંટણી ન લડવાના નિર્ણય પર તેમની પ્રતિક્રિયા આપી છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું છે કે બિડેન અમેરિકાના સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રપતિઓમાંથી એક રહ્યા છે. ઓબામાએ કહ્યું કે બિડેને રાષ્ટ્રપતિ બન્યા બાદ પોતાને સાબિત કરી દીધા છે. જ્યારે ઓબામા રાષ્ટ્રપતિ હતા, ત્યારે બિડેન ઉપરાષ્ટ્રપતિ હતા.
ઓબામાએ કહ્યું બિડેને કોવિડ રોગચાળાને સમાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ૩૦ વર્ષમાં લાખો નોકરીઓ ઊભી કરી, દવાઓની કિંમતોમાં ઘટાડો કર્યો, બંદૂકની સુરક્ષાને લગતા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા. જોકે, બિડેનથી વિપરીત બરાક ઓબામાએ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની ઉમેદવારી અંગે કંઈ કહ્યું નથી એમ બીબીસી કહે છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે ઓબામા હજુ સુધી કમલા હેરિસને લઈને કોઈ નિર્ણય પર પહોંચ્યા નથી.
ઓબામાએ કહ્યું કે બિડેને ક્લાઈમેટ ચેન્જને લઈને ઈતિહાસમાં સૌથી મોટું રોકાણ કર્યું છે. શ્રમજીવી લોકોના અધિકારો સુરક્ષિત કરવા માટે લડત આપી છે. ઓબામાએ કહ્યું, આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાની સ્થિતિને પુનઃજીવિત કરી.' યુક્રેન પર હુમલા બાદ નાટો પુનઃજીવિત થયું છે અને વિશ્વ રશિયા સામે એક થઈ ગયું છે. મિશેલ અને હું જો બિડેન અને જીલ પ્રત્યે અમારો પ્રેમ અને કળતજ્ઞતા વ્યક્ત કરવા માંગીએ છીએ.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
