News of Monday, 22nd July 2024
૧૫ ટકા વધ્યું ડાયરેકટર ટેક્ષ કલેકશન : પગારદાર વર્ગને મળી શકે છે ગુડ ન્યુઝ
આર્થિક સર્વે કહે છે ગ્રેપ્સ ટેક્ષ કલેકશન પણ વધ્યું

નવી દિલ્હી, તા.૨૨: દેશનો આર્થિક સર્વે સોમવાર, ૨૨ જુલાઈ, ૨૦૨૪ ના રોજ રજૂ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સર્વેમાં ઘણી બાબતો સામે આવી છે, જે સારા ભવિષ્યનો સંકેત આપી રહી છે. જો આપણે આંકડાઓ પર નજર કરીએ, તો આપણને ખબર પડે છે કે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં વધારો થયો છે. પરિણામ એ છે કે ગ્રોસ ટેક્સ રેવન્યુમાં પણ વધારો થયો છે. આનાથી એ પણ સંકેત મળે છે કે સરકાર પગાર મેળવનારાઓ માટે કેટલીક સારી જાહેરાતો કરી શકે છે.
છેલ્લા ઘણા સમયથી સરકાર પાસેથી દર વર્ષે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કરદાતાઓના હાથમાં વધુ નાણાં આવશે, પરંતુ તેમ થયું નથી. આ વખતે પણ લોકોને આશા છે કે સરકાર નોકરીયાત લોકોને આશીર્વાદ આપે.
આર્થિક સર્વેક્ષણ કહે છે કે ૨૦૨૩-૨૪માં ડિરેક્ટર ટેક્સમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૪માં ડાયરેક્ટ ટેક્સમાં ૧૫.૮ ટકાના વધારાનો અંદાજ છે. આ વળદ્ધિ ગ્રોસ ટેક્સ રેવન્યુ (GTR)માં નોંધપાત્ર યોગદાન આપે છે અને સરકારની મજબૂત વસૂલાત પ્રણાલીને પ્રતિબિંબિત કરે છે. પ્રત્યક્ષ કરમાં આ વધારો આર્થિક સ્થિરતા અને વિકાસ માટે સકારાત્મક સંકેત છે.
સરકારે આવકવેરા અધિનિયમ ૧૯૬૧ની કલમ ૮૦G હેઠળ ઝીરો કૂપન, ઝીરો પ્રિન્સિપલ (ZCZP) દ્વારા કરાયેલા યોગદાન પર કર મુક્તિનો વિસ્તાર કર્યો છે. આ પગલું સામાજિક ક્ષેત્રના પ્રોજેક્ટના ભંડોળને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે. સોશિયલ સ્ટોક એક્સચેન્જ (SSE) દ્વારા કરવામાં આવેલા યોગદાન પર કર મુક્તિ એ સામાજિક ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.
આવકવેરા કાયદાની કલમ ૧૦(૧૦) હેઠળ પહેલાથી જ ઉપલબ્ધ કર મુક્તિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે રૂ.૫ લાખથી વધુ વાર્ષિક પ્રીમિયમ ધરાવતી જીવન વીમા પૉલિસીમાંથી -ાપ્ત થતી આવકને કરવેરાના દાયરામાં લાવવામાં આવી છે. ઉચ્ચ મૂલ્ય ધરાવતી વીમા પૉલિસીઓ પર કરવેરાનું નિયમન કરવાના ઉદ્દેશ્ય સાથે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ સુધારાનો ઉદ્દેશ્ય વીમા ક્ષેત્રમાં પારદર્શિતા અને કર સંગ્રહને પ્રોત્સાહન આપવાનો છે.
આર્થિક સર્વે ૨૦૨૩-૨૪ હેઠળ આવકવેરાના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી છે. આમાં કર વસૂલાતની કાર્યક્ષમતા, પ્રત્યક્ષ કરમાં વધારો અને ચોક્કસ છૂટનો સમાવેશ થાય છે. સરકારની આ નીતિઓ કર વસૂલાતને મજબૂત બનાવવા, સામાજિક ક્ષેત્રમાં યોગદાનને પ્રોત્સાહિત કરવા અને ઉચ્ચ-મૂલ્ય ધરાવતી વીમા પૉલિસીનું નિયમન કરવાના લક્ષ્યને પ્રતિબિંબિત કરે છે. આ નીતિઓ આર્થિક વળદ્ધિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપશે અને સામાજિક ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન આપશે.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
