News of Monday, 22nd July 2024
પશ્ચિમ બંગાળમાં શહીદ દિવસ મહારેલી
બાંગ્લાદેશી અમારા દરવાજે આવશે તો અમે શરણ આપશું: મમતા બેનર્જી કેન્દ્રની એનડીએ સરકાર લાંબુ નહી ચાલેઃ અખિલેશ યાદવ

કોલકતાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સપા પ્રમુખ અખિલેશ યાદવે રવિવારે હુંકાર કરતા દાવો કર્યો કે કેન્દ્રની ભાજપની આગેવાની વાળી એનડીએ સરકાર લાંબો સમય નહી ચાલે કોલકતાના ધરમતલ્લામાં શહીદ દિવસ મહારેલીને સંબોધિત કરતા બન્ને નેતાઓ દાવો કર્યો કે એનડીએ સરકાર ચૂંટણીપંચ દ્વારા અને વિપક્ષોને દબાવીને બનાવાઇ છે.
મમતાએ યુપીમાં લોકસભા ચૂંટણીમાં સપાના સારા પ્રદર્શન માટે અખિલેશના વખાણ કરતા કહ્યું કે તેમણે યુપીમાં જે ખેલ ખેલ્યો તે પછી ભાજપા સરકારે રાજીનામુ આપી દેવું જોઇએ. તેમણે બાંગ્લાદેશમાં પ્રદર્શનો બાબતે કહ્યુંકે જો બાંગ્લાદેશીઓ અમારા દરવાજે આવશે તો અમે તેને શરણ આપીશું બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિથી આપણે ભડકવાનું નથી હું તમને આશ્વાસન આપુ છું કે બાંગ્લાદેશમાં ફસાયેલ બંગાળના નિવાસીઓને સુરક્ષિત બહાર લાવવા માટે ટીએમસી સરકાર સંપૂર્ણપણે પ્રતિબધ્ધ છે.
અન્ને ઉલ્લેખનીય છે કે ટીએમસી ૨૧ જુલાઇને એ ૧૩ કોંગ્રેસ ટેકેદારોની યાદમાં શહીદ દિવસ મનાવે છે. જેઓ ૧૯૯૩ માં રાજય સચિવાલય રાઇટર્સ બીલ્ડીંગ સુધી માચર્ઢ નિકળવા દરમ્યાન કોલકતા પોલીસ દ્વારા કરાયેલ ફાયરીંગમાં માર્યા ગયા હતા.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
