News of Monday, 22nd July 2024
નીતીશને એનડીએ સરકારની પ્રથમ મોટી લપડાક: બિહારને સ્પેશિયલ સ્ટેટસ આપી શકાય નહીં

બિહારને વિશેષ દરજ્જો આપી શકાય નહીં - કેન્દ્રની ભાજપ શાસિત એનડીએ મોરચાની સરકારની સ્પષ્ટ જાહેરાત. જેડીયુના નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારની આ મુખ્ય માગણી હતી. દરમિયાન એ વાત નોંધપાત્ર છે કે આજે જ એવા સમાચારો પ્રસિદ્ધ થયા છે કે સંખ્યાબંધ સાંસદો અને કેટલાક પ્રાદેશિક પક્ષો એનડીએ મોરચામાં જોડાવા અમિતભાઈ શાહના સતત સીધા સંપર્કમાં છે.. આમ નીતીશકુમાર ચૂં કે ચા ન કરે તેવી રણનીતિ ભાજપના દિગ્ગજો અપનાવી રહ્યાનું મનાય છે.
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
