મણીપુર શાંત થઇ રહ્યું છે : કૌભાંડ કરે ‘આપ' : ફરિયાદ કરે કોંગ્રેસ, કાર્યવાહી થાય તો ગાળો મને આપવાની : પીએમ મોદી : જુઓ વિડિઓ : પીએમ મોદીનું રાજ્યસભામાં પ્રવચન : વિપક્ષી એકતા ઉપર સવાલ ઉઠાવ્યા : અમે ૧૦ વર્ષ શાસન કર્યું : હજુ ૨૦ વર્ષ બાકી છે : આ ભવિષ્યવાણી માટે વિપક્ષના મોઢામાં ઘી-ખાંડ : વિપક્ષે વોકઆઉટ કરતા પીએમનો ટોણો... જવાબ સાંભળવાની હિંમત નથી2:51 PM IST
સ્થુળતા - ડાયાબિટીઝની ‘રામબાણ' દવાને ભારતમાં મંજુરી : ભારતમાં ડાયાબિટીઝ અને સ્થુળતાનો સામનો કરતા કરોડો લોકો માટે ખુશખબર : એક એવી દવાને લોન્ચ કરવાની મંજુરી મળી છે જેને આ બંને ‘રોગ' માટે વિશ્વમાં ‘બ્લોકબસ્ટર' દવા ગણવામાં આવે છે : હવે ‘સ્થુળતા' થશે દુર : ડાયાબિટીઝનો પણ સોલિડ ઇલાજ થશે : અમેરિકાની દવાને મંજુરી મળી : DCGIની મંજુરી જ બાકી : ‘ટિરજેટટાઇડ' દવાનું નામ : અભ્યાસમાં સચોટ પરિણામો10:40 AM IST
નીતા અંબાણીએ મહેમાનનો કરાવ્યો પરિચય: પુત્રવધૂ રાધિકાએ એક પછી એકના ચરણ સ્પર્શ કર્યો: જુઓ દિલ જીતનારો વિડિઓ : સાસુ અને વહુ વચ્ચેની કેમેસ્ટ્રી પણ તેમના પુત્રના લગ્નને લઈને નીતા અંબાણીના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય:રાધિકાએ મામેરુ સમારંભ માટે ગોલ્ડન ઝરી સાથે ગુલાબી અને નારંગી રંગનો સુંદર લહેંગા પસંદ કર્યો. જ્યારે સાસુ નીતા અંબાણીએ રંગોથી શણગારેલી પરંપરાગત ગુજરાતી બાંધેજ સાડી પહેરી!1:06 AM IST
જોધપુર ટ્રિપલ મર્ડરઃ દાદી અને બે માસૂમ બાળકોની હત્યા, દીકરીના માથામાં કુહાડીના ઘા ઝીંકાયા : બનાર પોલીસ સ્ટેશન હેઠળના નંદાદા ખુર્દ ગામમાં સ્થિત એક ઘરમાં ધોળાદિવસે એક વૃદ્ધ મહિલા અને તેની બે માસૂમ દોહીત્રીની હત્યા :વૃધ્ધ મહિલાની પુત્રી અને માસુમ બાળકીની માતાને માથામાં કુહાડીના ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચી11:49 PM IST
મણિપુર:દર્દથી પીડાતો હતો કુકી સમુદાયના કેદી:હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો નહીં:સુપ્રીમકોર્ટે સરકારને ફટકાર લગાવી : સુપ્રીમ કોર્ટે મણિપુર સરકારના અધિકારીઓને કેદીને ગુવાહાટી મેડિકલ કોલેજમાં લઈ જવા અને તપાસ બાદ તેની સંપૂર્ણ સારવાર કરાવવાનો નિર્દેશ આપ્યો 15 જુલાઈ સુધીમાં વિગતવાર મેડિકલ રિપોર્ટ માંગ્યો 11:45 PM IST
'તમે ધર્મપરિવર્તન નહીં કરો તો અમે તમને મારી નાખીશું', પુત્રનો માતા અને મુસ્લિમ યુવક પર આરોપ - સુન્નત કરાવવા માટે દબાણ : કિશોરે પોલીસને જણાવ્યું કે તેના પિતાના મૃત્યુ બાદ મુસ્લિમ યુવકે તેની માતાને પોતાની જાળમાં ફસાવી:બંનેએ તેને ધર્મ પરિવર્તન કરવાનું કહ્યું હતું. જો તેણે તેમ ન કર્યું તો તેઓએ તેને માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી.11:34 PM IST
કારને રોકી અને કાળા ટી-શર્ટવાળા માણસને ધોળાદિવસે ગોળી મારી સાથીએ કહ્યું - ' મને મારવા આવ્યા હતા, મેં ભૂલથી તેને મારી નાખ્યો' : દેવાસમાં એક યુવકની ઘાતકી હત્યા: યુવક તેના મિત્રો સાથે કારમાં જતો હતો રસ્તા પર ઉભેલા આરોપીએ કાર રોકી, યુવક કારમાંથી નીચે ઉતર્યો કે તરત જ આરોપી તેને ગોળી મારીને ભાગી ગયો. 11:09 PM IST
કોણ છે ભારતીય-અમેરિકન ઋષિ શાહ ? જેણે પ્રખ્યાત કંપનીઓને રૂ. 8 હજાર કરોડની છેતરપિંડી કરી ? : ઋષિ શાહ શિકાગો સ્થિત હેલ્થ ટેક્નોલોજી સ્ટાર્ટઅપ કંપની આઉટકમના CEO રહી ચૂક્યા છે, :શ્રદ્ધા આ કંપનીના સહ-સ્થાપક અને પ્રમુખ હતા:ગોલ્ડમેન સૅક્સ, ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ અને ઇલિનોઇસના ગવર્નર જેબી પ્રિટ્ઝકરની કંપની જેવા ઉચ્ચ-પ્રોફાઇલ રોકાણકારો સાથે છેતરપિંડી કરવાનો આરોપ 10:44 PM IST
હાથરસ દુર્ઘટના પર પહેલીવાર બાબા નારાયણ હરિનું આવ્યું નિવેદન :121 લોકોના મોત પર કર્યો આ ખુલાસો : સ્વયંભૂ બાબાએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી: પોતાના વકીલ એપી સિંહ દ્વારા એક પત્ર જારી કર્યો જેમાં તેણે દુઃખ વ્યક્ત કર્યું છે અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી9:24 PM IST
મને પરેશાન કરાયો,જેલમાંથી છુટકારો ન થાય તે માટે ષડયંત્ર રચાયું:કેજરીવાલની હાઈકોર્ટમાં અરજી: CBI પર ગંભીર આક્ષેપ : તેમણે કહ્યું કે CBI જેવી મુખ્ય તપાસ એજન્સી કાયદાની પ્રક્રિયા સાથે રમત ન કરી શકે અને સીબીઆઈને પક્ષપાત કે એકતરફી દ્રષ્ટિકોણથી કોઈ પણ ધારણાને દૂર કરતા નિષ્પક્ષતાની સાથે કામ કરવું જોઈએ.9:22 PM IST
Paytm એ વેપારીઓને આપી ભેટ : માત્ર 35 રૂપિયામાં લોન્ચ કર્યો 'સ્વાસ્થ્ય સાથી પ્લાન : જાણો સંપૂર્ણ વિગતો : One97 કોમ્યુનિકેશન્સે એક ફાઇલિંગમાં જણાવ્યું કે Paytm હેલ્થ સાથી સ્કીમ સસ્તું, વ્યાપક HealthcareX લાભો પ્રદાન કરીને તેના વ્યવસાયિક ભાગીદારોના વિશાળ નેટવર્કને સમર્થન આપવાના તેના ચાલુ પ્રયાસોનો એક ભાગ છે.8:29 PM IST
આસામમાં પૂરની સ્થિતિ હજુ ગંભીર: 11.5 લાખથી વધુ લોકો પ્રભાવિત: નાગાંવ જિલ્લામાં સ્થિતિ અત્યંત ખરાબ : નાગાંવ જિલ્લામાં પૂરની સ્થિતિ ગંભીર લગભગ 30,000 લોકો પ્રભાવિત :બ્રહ્મપુત્રા નદીના પૂરના પાણીએ હાતિમુરા બંધના મોટા ભાગને તોડી નાખ્યા બાદ મધ્ય આસામ જિલ્લાના કાલિયાબોર વિસ્તારમાં પૂરની સ્થિતિ ગંભીર 8:27 PM IST
માટીને પવિત્ર તત્વ હિન્દુ ધર્મમાં, માટીને દેવી પૃથ્વીનું પ્રતીક જે જીવન અને સમૃદ્ધિનો સ્ત્રોત,માટી પ્રકૃતિનું પ્રતિક છે અને જગન્નાથજી પ્રકૃતિ સાથે જોડાયેલા છે તેથી જગન્નાથજી ભગવાનને માટીના વાસણોમાં ભોજન અર્પણ કરાય છે : જગન્નાથ પુરીના મંદિરમાં ચઢાવવામાં આવતા ભોજનને મહાપ્રસાદ કહેવાય છે,તેને લેવા માટે દૂર-દૂરથી ભક્તો આવે છે, આ અર્પણ સ્થળ પ્રમાણે બદલાય છે. જગન્નાથ મંદિરમાં સ્થિત રસોડાને વિશ્વનું સૌથી મોટું રસોડું પણ કહેવામાં આવે છે,અહીં ભગવાન જગન્નાથ માટે 56 ભોગ પણ તૈયાર કરવામાં આવે છે4:13 PM IST
જે કહે છે કે બાળકમાં બુદ્ધિ છે તે પોતે બાળક છે , જ્યારે જનતાએ કોઈને ચૂંટ્યા છે ત્યારે આવી ટિપ્પણીઓ ન કરવી જોઈએ , સરકારમાં એવા બાળકો છે જે હજુ પણ દેશની સમસ્યાઓને સમજી શક્યા નથી : અખિલેશ યાદવના ભાજપ ઉપર પ્રહારો : આને બાળકની બુદ્ધિ માનીને અવગણવી ન જોઈએ ,બાળક બુદ્ધિ ક્યારેક ઘરમાં કોઈને ગળે લગાડવાનો પ્રયત્ન કરે છે અને ક્યારેક આંખ મીંચી દે છે : નરેન્દ્રભાઈ મોદી4:10 PM IST
શેરબજારના રોકાણકારોને ઝટકો : માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા તાજેતરના નિયમોમાં કરાયેલા કેટલાક ફેરફારોને કારણે શેરબજારમાં રોકાણ મોંઘુ બનશે : વ્યવસાય હોવાને કારણે અમારે ઇક્વિટી ડિલિવરી ઇન્વેસ્ટમેન્ટ પર બ્રોકરેજ ફી વસૂલવી પડી શકે છે, જે હાલમાં મફત છે. તેમણે એમ પણ લખ્યું છે કે તેમની કંપની ડેરિવેટિવ સેગમેન્ટ એટલે કે ફ્યુચર્સ અને ઓપ્શન્સ ટ્રેડ પર બ્રોકરેજ ચાર્જિસ પણ વધારવામાં આવી શકે છે : ઝેરોધાના કો-ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નીતિન કામથ : ચાર્જનું માળખું સ્લેબ આધારિત હોવું જોઈએ નહીં, પરંતુ ટ્રેડિંગ વોલ્યુમને ધ્યાનમાં લીધા વિના તમામ બ્રોકર્સ માટે સમાન હોવું જોઈએ : માર્કેટ રેગ્યુલેટર સીબીએ 1 જુલાઈના રોજ શેર બજાર સંબંધિત પરિપત્ર જાહેર કર્યો3:37 PM IST
બ્રેકઅપ માટે ૧૦ વર્ષની જેલ થશે ? BNSની કલમ ૬૯ હેઠળ કોને- કેટલી સજા થશે ? : ઈન્ડિયન કોડ ઓફ જસ્ટિસ (BNS)ની કલમ ૬૯ હેઠળ છેતરપિંડી દ્વારા મહિલા સાથે સંબંધ રાખવાને ગુનો ગણવામાં આવે છે. પરંતુ તેમાં જે રીતે છેતરપિંડી કે ‘દગો'ની વ્યાખ્યા કરવામાં આવી છે, તેનાથી સંબંધોમાં પુરુષોને ખાસ કરીને અત્યાચારનો સામનો કરવો પડી શકે છે10:21 AM IST
હાથરસ ઘટના પાછળ ષડયંત્રનો ડર : સત્સંગમાં ભાગદોડ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાથરસમાં સત્સંગમાં થયેલી નાસભાગમાં જીવ ગુમાવનારા અને ઘાયલ થયેલા લોકોના પરિવારજનોને મળ્યા : ન્યાયિક તપાસ થશે અખીલેશ યાદવ ઉપર બરાબરના વરસ્યા : ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં અને તેમને શક્ય તેટલી કડક સજા આપવામાં આવશે : આ અકસ્માત પાછળ કોણ જવાબદાર છે અને તે કોઈ કાવતરાનો ભાગ છે કે કેમ તે જાણવા માટે ન્યાયિક તપાસ થશે3:28 PM IST
રાહુલ ગાંધીએ કરી ભવિષ્યવાણી:કહ્યું -ગુજરાતની જનતા ભાજપને પાઠ ભણાવશે: ફરીથી કહું છું - ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન જીતશે : રાહુલ ગાંધીએ ગુજરાત ભાજપ પર કર્યા આકરા પ્રહાર : કહ્યું - હિંસા અને નફરત ફેલાવનારા ભાજપના લોકો હિંદુ ધર્મના મૂળ સિદ્ધાંતોને સમજતા નથી. ગુજરાતની જનતા તેમના જુઠ્ઠાણાથી સ્પષ્ટપણે જોઈ શકે છે અને ભાજપ સરકારને નિર્ણાયક પાઠ ભણાવશે.2:00 PM IST
હવે ન્યુયોર્કમાં અયોધ્યા રામ મંદિરના કરી શકશો દર્શન : ભારત દિવસની પરેડ પર ઝાંખી પ્રદર્શિત કરવામાં આવશે : ન્યૂયોર્કમાં આયોજિત ઈન્ડિયા ડે પરેડમાં અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિ પ્રદર્શિત કરાશે :આ ઈવેન્ટ 18 ઓગસ્ટે ન્યૂયોર્કમાં યોજાશે :18 ફૂટ લાંબી, 9 ફૂટ પહોળી અને 8 ફૂટ ઊંચી પ્રતિકૃતિ બનાવાશે : સામાન્ય રીતે દર વર્ષે 150,000 થી વધુ લોકોને પરેડ જોવા માટે આકર્ષે છે1:12 PM IST
ચોમાસાએ 6 દિવસ અગાઉ દેશને આવરી લીધો: જુલાઈમાં ભારે વરસાદ માટે તૈયાર રહો:જાણો IMDની લેટેસ્ટ આગાહી : ચોમાસુ સમય પહેલા સક્રિય થઈ ગયું :દેશભરના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ:જૂનમાં સામાન્ય વરસાદનો ક્વોટા પૂરો થયો નથી: આગામી ત્રણ મહિના સુધી દેશભરમાં સારો વરસાદ પડશે :હવામાન વિભાગ મુજબ કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ રહેશે અને કેટલાકમાં અતિ ભારે વરસાદ થશે1:18 PM IST
અંબાણી પરિવારે યોજેલા સમૂહ લગ્નમાં નવપરિણીત દંપત્તિઓને મળી અનોખી સોના અને ચાંદીની ભેટ : દરેક દુલ્હનને ‘સ્ત્રીધન' રૂપે લાખ એક લાખ એક હજાર રૂપિયાનો ચેકઃ દરેક દંપતીને એક વર્ષ સુધી પૂરતું સમાન અને ઘરના ઉપકરણો સાથેનો બીજી અનેક જેમ કે ૩૬ જરૂરી વસ્તુઓ અને વાસણો, ગેસ સ્ટવ, મિક્સર અને પંખા જેવી ઉપકરણો, તેમ જ ગાદલા અને તકિયા પણ આપવામાં આવ્યા 1:08 PM IST
'ઘણી વાર અપમાનના ઘૂંટ પીધા પછી સહન કરી જાઉં છું, પણ હવે હું સહન નથી કરી શકતો': ખડગે પર ઘનખરનો પ્રહાર:જુઓ વિડિઓ : રાજ્યસભામાં જોરદાર દલીલબાજી :અધ્યક્ષ જગદીપ ધનખરે કોંગ્રેસના સાંસદને અનુશાસન આપવાના પ્રયાસમાં જયરામ રમેશને વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગેની સીટ પર બેસવાનું કહ્યું : ખડગેએ કહ્યું- હું જ્યાં છું તે તમારા કારણે નથી, સોનિયા ગાંધીના કારણે છું.11:02 PM IST
હાથરસમાં સત્સંગ કાર્યક્રમમાં માત્ર 40 જેટલા પોલીસકર્મી તૈનાત હતા : વ્યવસ્થા અપૂરતી : માટી પાણીના કારણે લપસણી હતી: ભક્તો અચાનક ગુરુજીના ચરણ સ્પર્શ કરવા પાછળ દોડ્યા:તેમની કાર ત્યાંથી પસાર થતાની સાથે જ ભક્તો જમીન પર માથું ટેકવતા જોવા મળ્યા :પાછળથી આવતી ભીડ નીચે પડી ગયેલા લોકોને કચડીને આગળ વધી,12:04 AM IST
ભારતમાં લગ્ન...અમેરિકામાં છૂટાછેડા, પુત્રની કસ્ટડી માટે પિતાએ હવે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા : મધ્યપ્રદેશના ભીંડના એક યુવકે સિહોરની યુવતી સાથે લગ્ન કર્યા: લગ્ન પછી બંને અમેરિકા શિફ્ટ થઈ ગયા:વિવાદને કારણે બંનેના છૂટાછેડા થયા :બંનેને એક પુત્ર: માતા પોતાની સાથે ભારત લાવી: હવે યુવકે તેના પુત્ર માટે હાઈકોર્ટમાં અરજી કરી9:19 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાતમાં ૧ જુલાઇથી Gujarat Laws (Amendment of Provisions) Ordinance, ૨૦૨૪ લાગુ કરાયો : IPC, CrpC અને પુરાવા અધિનિયમની નવીન જોગવાઇઓ સંદર્ભે વટહુકમ બહાર પાડવામાં આવ્યો:રાજ્યપાલના વટહુકમ દ્વારા આ જોગવાઇઓને લાગુ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય:પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ:રાજ્યના અંદાજીત ૧૩૭ જેટલા કાયદાઓમાં ઉપરોક્ત કાયદાઓ સંબંધિત જોગવાઇઓમાં ફેરફાર કરાયા5:56 PM IST
ઉનાળુ વેકેશનમાં રાજ્યના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોએ 1.35 કરોડથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા : ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મુલાકાતીઓની સંખ્યામાં 17 ટકા વધારો : ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રવાસન ક્ષેત્રને વિશ્વસ્તરે લઇ જવા તેમજ પ્રવાસીઓના અનુભવને અભૂતપૂર્વ બનાવવા માટે વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસિત કરાઈ : ‘ખુશ્બુ ગુજરાત કી’ માણવા આવતા પ્રવાસીઓમાં હેરિટેજ શહેર અમદાવાદ સૌથી પસંદગીનું સ્થળ બન્યું : સ્ટેચ્યુ ઑફ યુનિટી (SoU), અટલ બ્રિજ, રિવરફ્રન્ટ-ફ્લાવર પાર્ક, કાંકરિયા તળાવ, સોમનાથ મંદિર, અંબાજી મંદિર, પાવાગઢ મંદિર, દ્વારકા મંદિર, સાયન્સ સિટી-અમદાવાદ, વડનગર, ગીર અને દેવળીયા સફારી તેમજ અમદાવાદ મેટ્રો રેલવેનો આનંદ લેવા માટે બહોળી સંખ્યામાં લોકો પહોંચ્યા1:03 PM IST
ગુજરાતમાં આગામી ૭ જુલાઈ, અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની ૧૩૬ રથયાત્રાઓ અને અન્ય દેવી-દેવતાની ૭૩ શોભાયાત્રાઓ નીકળશે : સમગ્ર રાજ્યમાં શાંતિ અને સલામતીના વાતાવરણમાં રથયાત્રા-શોભાયાત્રા પૂર્ણ થાય તે માટે રાજ્ય સરકારે કરી પૂર્વ તૈયારીઓ: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ : અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રાની સુરક્ષા-વ્યવસ્થાને ધ્યાને લઈને તમામ તૈયારીઓને આપી રહ્યો છે આખરી ઓપ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં વિવિધ નિર્ણયો લેવાયા4:29 PM IST
ગુજરાત કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ ફેડરેશનના હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયાઃ પ્રમુખ તરીકે જશવંતભાઈ પટેલ : માનદ મંત્રી તરીકે કિરીટભાઈ પલાણ તથા ખજાનચી તરીકે જીતુભાઇ પટેલની ત્રણ વર્ષ માટે વરણી : ઓનલાઇન ફાર્મસી સામે લડત તથા કોર્પોરેટ કંપનીઓ સામે કંઇ રીતે ટકી રહેવું તે સંદર્ભે સતત સક્રીય રહેવાનો અકિલા સમક્ષ કોલ આપતા પ્રમુખ જશવંતભાઈઃ સમગ્ર ગુજરાતમાં ૩૨ હજાર દવાના વેપારીઓ ફેડરેશનના સભ્યો10:34 AM IST
૩૦ કરોડ જેવો દલ્લો કેવી રીતે ઝડપથી જપ્ત થાય? ટોચના કાનૂની નિષ્ણાતો સાથે રાજ્ય સરકારની વિચારણા શરૂ : ૧૮ કરોડનો દલ્લો સાગઠિયાની ટ્રેઝરીમાંથી રાજકોટની સરકારી ટ્રેઝરીમાં વિધવત રીતે એસીબી દ્વારા જમા ચકચારી મામલો દિલ્હી પહોચી ગયો, ઇડીની સ્પેશ્યલ ટીમ રાજકોટ તુરંત મોકલવા નિર્ણયઃઇડી મિલકત જપ્ત કરે તે પહેલાં ગુજરાત સરકારે મિલકત જપ્ત કરવા તુરંત ચાર્જશીટ કરવા તજજ્ઞોના અભિપ્રાય, જોકે એસીબી વડા પણ તુરંત ફૂલપ્રૂફ ચાર્જશીટ માટે ઞઇ કાલે મહત્વની બેઠક કર્યાંની જોરદાર ચર્ચાઓ2:04 PM IST
બોરસદ કચરામાંથી મળેલા EVMની ઘટનામાં ચોંકાવનારો ઘટસ્ફોટ: ચોરી કર્યા બાદ કચરાના ઢગલામાં ફેંકી દીધા !!! : ચૂંટણી પૂર્ણ થયાના 6 મહિનામાં EVM વેરહાઉસમાં જમા કરાવવાનો નિયમ છતાં 6 વર્ષ સુધી જમા નહોતા કરાવ્યા :કચરાના ઢગમાંથી મળેલા બે બેલેટ યુનિટ 2018ની અમિયાદ ગ્રામ પંચાયત પેટા ચૂંટણીના કામે વોર્ડ નં.9માં વપરાયા હતા 1:55 PM IST
ભારે વરસાદ ખાબકતા પોરબંદર, જૂનાગઢનો ઘેડ પંથક અને હવે બનાસકાંઠાના ગામડાઓમાં પણ જળબંબાકાર : બનાસકાંઠાના લાખણીમાં ખેતરોમાં 4-4 ફૂટ પાણી ભરાવાને કારણે પાકને મોટાપાયે નુકસાનની ભીતિ: ઘેડ પંથકના 25 જેટલા ગામો પાણીના પ્રવાહથી તરબોળ: જમીન ધોવાઈ ગઈ : વરસાદી પાણી ભરાતા સર્જાયેલી તારાજીના દ્રશ્યો: અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા1:58 PM IST
માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા ઈચ્છુક નાગરિકો આજથી ઇ-કુટિર પોર્ટલ અથવા મોબાઈલ એપ દ્વારા અરજી કરી શકશે: કુટીર મંત્રી બલવંતસિંહ રાજપુત : માનવ કલ્યાણ યોજનાની વર્ષ ૨૦૨૪-૨૫ માટેની અરજી મંગાવવાનો ગાંધીનગર ખાતેથી શુભારંભ કરાવતા મંત્રી બલવંતસિંહ રાજપુત:ઔદ્યોગિક સહકારી મંડળીઓની હાથશાળાના જિઓ ટેગીંગ દ્વારા ઓનલાઈન વેરિફિકેશન માટેની મોબાઈલ એપ મંત્રીના હસ્તે લોન્ચ કરાઈ7:42 PM IST
અમદાવાદની ૧૪૭મી જગન્નાથ રથયાત્રા શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવા પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ અને પ્રતિબદ્ધ : આઇ.જી. કક્ષાના અધિકારીઓથી લઈને પોલીસ કર્મીઓ સુધી મળી કુલ ૧૮,૭૮૪ સુરક્ષા કર્મીઓ રથયાત્રામાં ફરજ પર રહેશે:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પરંપરાગત રથયાત્રાની ૧૪૭મી કડી સફળતાથી સાકાર થાય તે માટેના કાર્ય આયોજનની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઝીણવટ પૂર્વક સમીક્ષા કરી:ગૃહ રાજ્યમંત્રી-મુખ્ય સચિવ-પોલીસ મહાનિદેશક બેઠકમાં ઉપસ્થિત :લોકોના જાનમાલની સલામતી માટે જર્જરિત-ભયજનક ઇમારતો-મકાનો પર પોલીસ બંદોબસ્ત ગોઠવીને લોકો ત્યાં ન જાય તે સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રીશ્રીની તાકીદ6:06 PM IST
જુનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિમા ઓઝત નદીમાં પાણીનો પ્રવાહ વધતા 160 મીટર નો પાળો તૂટી જતા બામણાસા ગામમાં ખેડૂતોની હજારો એકર જમીનનું ધોવાણ : આગામી 3 કલાકમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અરવલ્લી, બોટાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અમરેલી, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વલસાડ, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે 3:33 PM IST
મોડીરાત્રે અરવલ્લીના મોડાસામાં મેઘરાજાનું તોફાની બેટીંગ :ત્રણ ઈંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો : મેઘરજ, ભિલોડા અને ધનસુરામાં પણ વરસાદ વરસ્યો :હંગામી બસ સ્ટેશન વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા :મોડાસાના મેઘરજ રોડ, મોડાસામાં ચાર રસ્તા સર્કલ સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા 11:21 AM IST
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી : શૈક્ષણિક વર્ષ: 2024-25માં રાજ્યભરની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતીના સમયબદ્ધ આયોજન માટે ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્ડરને આખરી ઓપ અપાયો : આગામી ઓગસ્ટ-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન વિવિધ તબક્કે સંભવત: અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી થશે : TET-1 અને TET-2 પાસ સહિતના યુવાઓના વિશાળ હિતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારનો ઉદ્દાત અભિગમ : પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કરી વિસ્તૃત જાહેરાત4:18 PM IST
વહેલી સવારે ૧૬૪ લોકોને ઉપાડી લેવાયા : અમદાવાદમાં રથયાત્રા અંતર્ગત ફટાફટ પગલાઓ : રથયાત્રા દરમિયાન ગડબડી ન કરે તે માટે અટક કરાયા : કાયદો વ્યવસ્થા જડબેસલાક જાળવવા મક્કમ કાર્યવાહી થશે : અકિલા સાથે જોઇન્ટ પોલીસ કમિશનર નીરજ બડગુજ્જર રણનીતિ વર્ણવે છે મોડી રાતે અચાનક સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક, સ્પેશ્યલ સીપી અજય ચૌધરી વિગેરે દ્વારા નવતર પ્રયોગ, પોલિસના નાના સ્ટાફ સાથે ચર્ચા : ગ્રાઉન્ડ રિયાલિટી મેળવી3:44 PM IST
રાહુલ ગાંધીના નિવેદનના વિરોધમાં સૂત્રોચ્ચાર2:53 PM IST
રાજકોટ જિલ્લામાં સ્કૂલ બસ - વાન - રીક્ષા ચાલકો - સ્કૂલ સંચાલકો માટે મહત્વના નિર્દેશો : બસ અને ડ્રાઇવરની વિગતો ફરજીયાત લખવાની : એડી. કલેકટરનું જાહેરનામુ : બારીઓ આડી પટ્ટી - જાળી - આપાતકાલીન દરવાજો ખાસ રાખવાનો રહેશે દરેક બસમાં અગ્નિશામક બાટલા જરૂરી : જીપીએસ સિસ્ટમ - સીસીટીવી પણ ફરજિયાત બનાવાયા ઓટોરીક્ષા - વાન અંગે પણ નિયમો જાહેર : ગેસના બાટલા ઉપર રાખેલ પાટીયા પર બાળકો બેસાડવાની મનાઇ1:33 PM IST
‘ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી' : મોટા મવા વિસ્તારના લોકોના પ્રશ્નો અને સમસ્યાઓ વિશે ચર્ચા કરાઇ : પોલીસ કમિશનરશ્રી બ્રિજેશકુમાર ઝા, જોઇન્ટ પોલીસ કમીશનર મહેન્દ્ર બગથરીયાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો : ભીમનગર સર્કલ પાસે માસ-મટન વેચનારાઓ સામે અને મોડી રાત સુધી લાઉડસ્પીકર વગાડનારાઓ સામે કાર્યવાહી કરવા રજુઆત 3:47 PM IST
કોટડાપીઠા જસુમા ધામમાં ધામધુમથી ઉજવાશે અષાઢી બીજ મહોત્સવ : અષાઢી એકમનાં દિવસે એક દરબારની દિકરીને અંજલિ છાંટણાથી પૂજ્ય જસુમાએ સજીવન કર્યા'તાઃ અષાઢી એકમનાં દિવસે પૂજ્ય જસુમાં એ ઇચ્છા મૃત્યુથી દેહત્યાગઃ અષાઢી બીજનાં દીવસે પૂજ્ય જલારામ બાપાની હાજરીમાં અંતિમ સંસ્કારઃ પૂજ્ય જસુમાંનાં જમણા અંગૂઠામાં આપ મેળે અગ્નિ પ્રગટઃ અષાઢી બીજનાં દિવસે પૂજ્ય જસુમાંનો અલૌકિક સંવાદઃ અષાઢી બીજનાં દિવસે પૂજ્ય જસુમાંનાં નિવેધ, ધ્વજારોહણ, બ્રહ્મભોજન અને હવન9:07 PM IST
બિલ્ડીંગ રી-ડેવલપમેન્ટની યોજનાઓ અને તેમાંથી સર્જાતા પ્રસંગોને તાદ્રશ્ય કરતી ફિલ્મ ‘બિલ્ડર બોયઝ' : અલગ જ વિષય અને ભરપુર કોમેડી સાથેની ફિલ્મ દર્શકોને જરૂર પસંદ પડશે તેવો આશાવાદ વ્યકત કરતા કલાકારો રોનક કામદાર, શિવમ પારેખ અને ઇશા કંસારા : વિલન બિલ્ડરના પાત્રમાં શેખર શુકલે કમાલ સર્જી છે : પ જુલાઇથી ફિલ્મ રીલીઝ : ઓસ્ટ્રેલીયામાં પ્રિમિયર વખતે મળ્યો ભરપુર પ્રતિસાદ : ‘સપના સપના' અને ‘અમસ્તી રે' ગીતોએ મચાવી ધુમ3:17 PM IST
નાટક ‘ધર્મગાથા'માં શ્રી કૃષ્ણએ કરેલી પાંચ વાતો રજૂ કરાશે : રાજકોટના ૧પ થી ર૦ કલાકારોની ટીમનો મુખ્ય ઉદેશ સમાજમાં ધર્મરક્ષણ અને ગીતા જ્ઞાન પ્રત્યે જાગૃતિ લાવવાનો ૭મીએ અષાઢી બીજના દિવસે નાટય કલાના યુગનું દ્વિતીય ચરણ, આ વખતે યુવાનોમાં વધતા પ્રેમલગ્નના ચલણને મહાભારતના પ્રસંગ સાથે સરખાવી પ્રેમલગ્નની સાચી વ્યાખ્યા દર્શાવાશે2:50 PM IST
માતા-પિતાના સ્મરણાર્થે કડેચી ઘેડ મુકામે રમેશભાઇ ધામેચા દ્વારા પ્રવેશદ્વારનું લોકાર્પણ : રમેશભાઇ ધામેચા પરિવાર દ્વારા સ્વ.હેમકુંવરબેન ડાયાલાલ ધામેચા અને પિતાશ્રી સ્વ.ડાયાલાલ ઘેલાભાઇ ધામેચાના સ્મરણાર્થે જન્મભુમિ કડેગીના પાદરમાં પ્રવેશદ્વારનું નિર્માણ રમેશભાઇના પિતાશ્રી સ્વ.ડાયાલાલભાઇની ૩૬ મી પુણ્યતિથિ નિમિતે અર્પણઃ કડેગીના સરપંચ શાંતિબેન જખરાભાઇ જાડેજા, ઉપસરપંચ જખરાભાઇ એભાભાઇ જાડેજા, નેભાભાઇ દેવાભાઇ કડેગીયા, હાજાભાઇ કરશનભાઇ ઓડેદરા, કારૂભાઇ ગગનભાઇ આત્રોલીયા સહિતના આગેવાનો દ્વારા ધામેચા પરિવારને સન્માનિત કરાયા.2:25 PM IST
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા : પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા6:23 PM IST
આંતરરાષ્ટ્રીય કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: માત્ર એક સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ અધધ રૂપિયા ૮૦ કરોડમાં વેચાતા ભારે હાહાકાર : સામાન્ય દેખાતા સૂપના ડબ્બાના ચિત્રની આટલી અકલ્પનીય કિંમત સાંભળીને સામાન્ય માણસોના છાતીના પાટિયા બેસી ગયા: કલાપ્રેમીઓ અને હરાજી બજારમાં બોલીઓનો વરસાદ વરસતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
મધ્ય પૂર્વમાં વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: હુથી બળવાખોરો સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન લઈને ત્રાટક્યા: આગામી વર્ષે ઇરાન પર નવા હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીથી ભારે હાહાકાર : રિયાધ સહિત સાઉદીના અનેક ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનના મારાથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા:૨૦૨૭ માં ઇરાન વિરુદ્ધ નવા હુમલાના ટ્રમ્પના ચેતવણીભર્યા તેવર અને હોર્મુઝની ખાડીમાં વધતા તણાવથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: રશિયાના વિમાનો દેખાતા સાઉથ કોરિયાએ ફાઈટર જેટ્સ ઉડાવ્યા: ટાપુ ખાલી કરવાનું એલર્ટ આપી માત્ર ૩ મિનિટમાં પાછું ખેંચતા ભારે હાહાકાર : આકાશમાં રશિયન વિમાનોની હિલચાલ અને સાયરન વાગતા જ સ્થાનિક રહીશોના છાતીના પાટિયા બેસી ગયા:યુદ્ધ ફાટી નીકળવાની દહેશત વચ્ચે અચાનક ખાલી કરવાનો આદેશ અપાતા લોકોમાં નાસભાગ મચી ગઈ:૩ મિનિટ બાદ એલર્ટ પાછું ખેંચાતા સમગ્ર વિશ્વમાં ભારે ચકચાર6:21 PM IST
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને ઓલરાઉન્ડર હાર્દિક પંડયા T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓલરાઉન્ડર ખેલાડીઓની રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી ગયો : હાર્દિકે T-20 વર્લ્ડ કપ 2024માં 8 મેચની 6 ઇનિંગ્સમાં 144 રન બનાવ્યા હતા : 11 વિકેટ ઝડપી હતી : જસપ્રીત બુમરાહ, જે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ હતો તે 12મા સ્થાને પહોંચી ગયો : તેની પાછળ અર્શદીપ સિંહ છે જેણે વર્લ્ડ કપમાં સંયુક્ત રીતે સૌથી વધુ વિકેટ લીધી"તી4:09 PM IST
સૂર્યકુમાર યાદવને કેચ લેતા જોઈને રોહિત શર્માના શ્વાસ થંભી ગયા'તા : રોહિતની અભિવ્યક્તિ જોઈને અંદાજ લગાવી શકાય કે ત્યારે તેની સ્થિતિ કેવી થઈ હશે : જુઓ વિડિયો : સૂર્યા હવામાં ઉછળીને બે પ્રયાસમાં કેચ પકડી લીધો હતો આ કેચને મેચનો ટર્નિંગ પોઈન્ટ માનવામાં આવી રહ્યો છે : આવી રીતે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ફાઇનલ મેચ ભારતે જીતી લીધી5:36 PM IST
બાર્બાડોઝથી ટીમ ઇન્ડિયા રવાના: સ્વદેશ પરત ફરશે વર્લ્ડ ચેમ્પિયન: જાણો સ્પેશિયલ ફ્લાઈટ ક્યારે દિલ્હીમાં ઉતરશે : એરપોર્ટ બંધ થવાને કારણે ટીમ ઈન્ડિયા તેના સપોર્ટ સ્ટાફ અને મીડિયા પર્સન સાથે ફસાઈ ગઈ:ફ્લાઇટ રદ થયા બાદ બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે ખાસ ફ્લાઇટની વ્યવસ્થા કરી:એર ઈન્ડિયાની સ્પેશિયલ ફ્લાઈટ ન્યૂયોર્કથી બાર્બાડોસ પહોંચી:હવે નવી દિલ્હી જવા રવાના થઇ 1:38 PM IST































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી









































































































































































































