તા. ૯ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ વદ – ૭ શુક્રવાર
નેમ પ્લેટ વિવાદ વચ્ચે ઓમર અબ્દુલ્લાનું મોટું નિવેદન :કહ્યું - મુસ્લિમો વિના અમરનાથ યાત્રા થઈ શકે નહીં
તેમણે કહ્યું, "અમરનાથ યાત્રીઓ મુસ્લિમોના ખભા પર બેસીને યાત્રા કરે છે. માતા વૈષ્ણોદેવીના દર્શન માટે તેમને ઘોડા અને પીઠુ પર બેસાડનાર કોણ છે? તેઓ કયા સમુદાયમાંથી આવે છે? ભાજપને ત્યાં ધર્મ કેમ દેખાતો નથી?

નવી દિલ્હી : નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાનું કહેવું છે કે મુસ્લિમો વિના અમરનાથ યાત્રા પૂર્ણ થઈ શકે તેમ નથી. તેમણે કંવર રૂટ પર મુસ્લિમોની દુકાનો આગળ નેમ પ્લેટ લગાવવાના આદેશ પર રોક લગાવવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો હતો અને કહ્યું હતું કે આરમનાથ યાત્રાના રૂટ પર આવું ન કરી શકાય.
ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે, "મુસલમાનોને કાંવડ યાત્રાથી દૂર રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો તો ભગવાન ભલા કરે પરંતુ જો અમરનાથ યાત્રા થાય તો મુસ્લિમો વિના નહીં થઈ શકે. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, કાવડ યાત્રા આવો આદેશ (ઇન્સ્ટોલ) મુસ્લિમ દુકાનો પર નેમ પ્લેટ) યાત્રાના સંબંધમાં જારી ન કરવી જોઈએ.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાએ અમરનાથ અને વિષ્ણો દેવીની યાત્રા તરફ ઈશારો કરતા કહ્યું કે આ યાત્રાઓ મુસ્લિમો વિના આયોજીત થઈ શકે નહીં. તેમણે કહ્યું, "અમરનાથ યાત્રીઓ મુસ્લિમોના ખભા પર બેસીને યાત્રા કરે છે. માતા વૈષ્ણોદેવીના દર્શન માટે તેમને ઘોડા અને પીઠુ પર બેસાડનાર કોણ છે? તેઓ કયા સમુદાયમાંથી આવે છે? ભાજપને ત્યાં ધર્મ કેમ દેખાતો નથી?
સુપ્રીમ કોર્ટે સોમવારે પોતાના એક આદેશમાં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં મુસ્લિમોની દુકાનો સામે નેમ પ્લેટ લગાવવાના આદેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આવા આદેશો જારી ન કરવા જોઈએ. આ બંને રાજ્યોમાં કંવર માર્ગ પર આવતી મુસ્લિમ દુકાનોને તેમની દુકાનો આગળ માલિકના નામની નેમ પ્લેટ લગાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ હતો કે કંવર યાત્રા પર લોકો ત્યાં ભોજન ન કરે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
