કાઠમંડુમાં વિમાન ક્રેશ : ૧૮ના મોત
ત્રિભુવન એરપોર્ટ પર ટેક ઓફ દરમિયાન દુર્ઘટના : વિમાન ૨૧ વર્ષ જુનુ હતુ : વિમાન આગમાં લપેટાયુ : માત્ર પાઇલટનો બચાવ : તમામ મુસાફરોના મોત

રાજકોટ તા. ૨૪ : નેપાળની રાજધાની કાઠમંડુમાં એક પ્લેન ક્રેશ થયું છે. વિમાનમાં સવાર ૧૯ લોકોમાંથી ૧૮ના મોત થયા છે. ઘાયલ પાયલોટ કેપ્ટન એમ. શાક્યને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. વિમાન કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું. વિમાને ત્રિભુવન એરપોર્ટ પરથી સવારે ૧૧ વાગ્યે ઉડાન ભરી હતી. થોડી જ ક્ષણોમાં તે તૂટી પડ્યું. 9N-AME પ્લેન સૌર્ય એરલાઈન્સનું હતું. દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોમાંથી ૧૭ સૌર્ય એરલાઈન્સના કર્મચારીઓ હતા, જયારે બાકીના ૨ ક્રૂ મેમ્બર હતા.
કાઠમંડુ પોસ્ટના જણાવ્યા અનુસાર, દુર્ઘટના બાદ તરત જ પોલીસ અને ફાયર ફાઈટર્સની ટીમ બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે ક્રેશ થયા બાદ પ્લેનમાં આગ લાગી ગઈ હતી. તે તરત જ ઓલવાઈ ગયો.ઘટના સ્થળેથી ઉભરાતી તસવીરોમાં ધુમાડાના ગોટેગોટા ઉછળતા જોવા મળે છે. જો કે અકસ્માત કયા કારણોસર થયો તે અંગે હજુ સુધી માહિતી બહાર આવી નથી.
નેપાળના કાઠમંડુના ત્રિભુવન એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન વિમાન ક્રેશ થયું હતું. વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું. આ અકસ્માતમાં કેટલી જાનહાનિ થઈ છે તે હાલ બહાર આવ્યું નથી.અકસ્માત બાદ રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં, રેસ્ક્યુ ટીમ વહેલી તકે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે જેથી કરીને વિમાનમાં સવાર મુસાફરો વિશે માહિતી મેળવી શકાય.
આ પ્લેન દુર્ઘટનાની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં જોવા મળી રહ્યું છે કે પ્લેનમાંથી આગની ઉંચી જવાળાઓ નીકળી રહી છે. દુર્ઘટનાને કારણે વિમાનની અવરજવર પ્રભાવિત થઈ છે.
જાન્યુઆરી ૨૦૨૩માં નેપાળમાં આવો જ એક અકસ્માત થયો હતો. જયાં પોખરા નજીક યેતી એરલાઈન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માતમાં પાયલોટ સહિત ૭૨ લોકોના મોત થયા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
