News of Wednesday, 24th July 2024
બિહારમાં પેપર લીકના આરોપીને ૧૦ વર્ષની જેલ અને ૧ કરોડનો દંડઃ બીલ રજૂ
આ કાયદા હેઠળના તમામ ગુનાઓ કોગ્નિઝેબલ અને બિનજામીનપાત્ર હશે

નવી દિલ્હી, તા.૨૪: બિહારમાં ચાલી રહેલા વિધાનસભા સત્રમાં નીતિશ કુમારની સરકાર એક મોટું પગલું ભર્યું છે. જેમાં બિહાર સરકાર રાજ્યમાં પેપર લીક અને હેરાફેરી વિરુદ્ધ બિલ પસાર કરી દેવામાં આવ્યું છે. આ બિલ આજે જ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં પેપર લીક કે હેરાફેરીમાં સંડોવાયેલા ગુનેગારો સામે કડક કાયદાકીય કાર્યવાહીની જોગવાઈ પણ કરવામાં આવી છે.
પેપર લીક અને હેરાફેરીને રોકવા માટે નીતિશ કુમારની સરકારે આજે વિધાનસભામાં બિહાર પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) બિલ ૨૦૨૪ રજૂ કર્યું હતું. આ બિલમાં એવી જોગવાઈ છે કે પેપર લીક કે તેનાથી સંબંધિત કોઈપણ પ્રવળત્તિમાં સામેલ લોકોને આ કાયદા હેઠળ દોષિત ગણવામાં આવશે. તેમજ ગુનેગારોને ૧૦ વર્ષ સુધીની જેલ અને ૧ કરોડ રૂપિયાનો દંડ થશે. આ કાયદા હેઠળના તમામ ગુનાઓ કોગ્નિઝેબલ અને બિનજામીનપાત્ર હશે.
અગાઉ, પેપર લીકને રોકવા માટે કેન્દ્ર સરકારે દેશમાં પેપર લીક વિરોધી કાયદો પણ લાગુ કર્યો છે. આ કાયદાને પબ્લિક એક્ઝામિનેશન એક્ટ, ૨૦૨૪ એટલે કે પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ ૨૦૨૪ નામ આપવામાં આવ્યું છે. પેપર લીકના દોષિતોને ત્રણ વર્ષથી ૧૦ વર્ષની જેલ અને ૧૦ લાખથી એક કરોડ રૂપિયાના દંડની જોગવાઈ છે.
યોગી સરકારે તાજેતરમાં ઉત્તર પ્રદેશ પબ્લિક એક્ઝામિનેશન ઓર્ડિનન્સ ૨૦૨૪ની રજૂઆતને મંજૂરી આપી હતી. અને ૧ કરોડ રૂપિયા સુધીનો દંડ થશે.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
