News of Thursday, 25th July 2024
બજેટ બાદ બુલિયન માર્કેટમાં કડાકો : ત્રણ દિવસમાં સોનામાં 5000 અને ચાંદીમાં 6400 રૂપિયાનું ગાબડું
આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 4,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો:વર્ષની શરૂઆતમાં 63,352 પર હતો. જે હવે 68,177 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

નવી દિલ્હી : બજેટમાં સોના અને ચાંદીની કસ્ટમ ડ્યુટી (ઈમ્પોર્ટ ટેક્સ)માં ઘટાડા બાદ 3 દિવસમાં સોનું રૂ.5,000 અને ચાંદી રૂ.6,400 સસ્તું થયું છે. સરકારે બજેટમાં સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યૂટી 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરી છે. જેના કારણે ભાવમાં ઘટાડો થયો છે.
બજેટના બે દિવસ બાદ એટલે કે આજે 25 જુલાઈએ સોનું રૂ.974 ઘટીને રૂ.68,177 પર આવી ગયું છે. તે 23 જુલાઈએ રૂ. 3,616 અને 24 જુલાઈએ રૂ. 451 ઘટ્યો હતો. આજે ચાંદી 3,061 રૂપિયા ઘટીને 81,801 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે.
દિલ્હી: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 64,150 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 69,950 રૂપિયા છે.
મુંબઈ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 64,000 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 69,820 રૂપિયા છે.
કોલકાતા: 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 64,000 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 69,820 રૂપિયા છે.
ચેન્નાઈ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 64,300 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 70,150 રૂપિયા છે.
આ વખતે બજેટમાં સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યૂટી 15% થી ઘટાડીને 6% કરવામાં આવી છે. આ કારણે તેની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ આગામી દિવસોમાં સોનાની માંગ ઝડપથી વધશે.
(9:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
