News of Thursday, 25th July 2024
અમને ન શીખવો, કોની સાથે કેવી મિત્રતા રાખવી તે અમારો અધિકાર : ભારતે અમેરિકાને રોકડો જવાબ
ભારત અને રશિયાના સંબંધ દીર્ધકાલિન છે અને બહુધ્રુવીય વિશ્વમાં તેની પ્રશંસા કરવી જોઈએ.

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીની રશિયા યાત્રા અને રશિયાની સાથેના સંબંધોને લઈને અમેરિકાના સહાયક વિદેશ મંત્રી ડોનાલ્ડ લૂની ટિપ્પણીઓને ફગાવતા કહ્યું કે, ભારત અને રશિયાના સંબંધ દીર્ધકાલિન છે અને બહુધ્રુવીય વિશ્વમાં તેની પ્રશંસા કરવી જોઈએ. વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે પોતાના નિયમિત બ્રીફિંગમાં આ અંગે એક સવાલના જવાબમાં કહ્યું કે, ભારતના રશિયા સાથેના દીર્ધકાલિન સંબંધ છે જે હિતોની પારસ્પરિકતા પર આધારિત છે.
જયસ્વાલે કહ્યું કે, બહુધ્રુવીય વિશ્વમાં તમામ દેશોની પસંદગીની સ્વતંત્રતા છે. એવી વાસ્તવિકતાઓ પ્રત્યે સચેત રહેવું અને તેમની પ્રશંસા કરવી દરેક લોકો માટે જરુરી છે. અમેરિકી કોંગ્રેસમાં કાર્યવાહી દરમિયાન ડોનાલ્ડ લૂએ વડાપ્રધાન મોદીની રશિયા યાત્રાના સમયને લઈને સવાલો કર્યા હતા અને કહ્યું હતું કે ભારત સસ્તા હથિયારો માટે રશિયા પર નિર્ભર છે. ભારત રશિયા પાસેથી ગેસ ખરીદે છે અને તે પૈસાનો ઉપયોગ યૂક્રેનમાં લોકોના જીવ લેવા માટે ખર્ચ કરવામાં આવે છે.
દક્ષિણ તેમજ મધ્ય એશિયાના સહાયક વિદેશ મંત્રી ડોનાલ્ડ લૂએ મંગળવારે અમેરિકી સાંસદોને કહ્યું હતું, હું વડાપ્રધાન મોદીની મોસ્કો યાત્રાના પ્રતીકવાદ અને સમયને લઈને આપણી નિરાશા અંગે તમારાથી પૂર્ણ રીતે સહમત છું. અમે અમારા ભારતીય મિત્રો સાથે વાતચીત કરી રહ્યાં છીએ. તેમણે કહ્યું, જો હું આ યાત્રાના સંદર્ભમાં કંઈક જણાવું તો શક્ય છે કે તમે લોકો કંઈક આશ્વસ્ત હોવ. મોસ્કો જવાના બે સપ્તાહ પહેલા વડાપ્રધાન મોદીએ ઈટાલીમાં જી-7 શિખર સંમેલન અંતર્ગત રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી.
તેમણે કહ્યું, હું વડાપ્રધાન મોદી, જેમનું હું ઘણું જ સન્માન કરું છું અને પ્રશંસા કરું છું કે મોસ્કોમાં યુદ્ધ અપરાધી પુતિનને ભેટવાની ઘટના જોઈને ઘણું આશ્ચર્ય થયું અને દુઃખ પણ થયું, ઠીક તે દિવસે જ પુતિને યુક્રેનના કીવમાં બાળકોની સૌથી મોટી હોસ્પિટલ પર જાણીજોઈને મિસાઈલ છોડી હતી.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
