News of Thursday, 25th July 2024
બેંકમાંથી 3 મિનિટમાં લૂંટ, બદમાશો પિસ્તોલ સાથે ઘૂસ્યા : 6.5 લાખની રોકડ લૂંટી ફરાર
ચાર બદમાશો બાઇક અને સ્કૂટર પર હથિયારો સાથે બેંકમાં ઘૂસ્યા: ત્રણના હાથમાં પિસ્તોલ હતી અને એકના હાથમાં બેગ હતી.

હરિયાણાના રોહતકના ડોભ ગામમાં આવેલી એક્સિસ બેંકમાં ચાર હથિયારધારી ગુનેગારો દ્વારા લૂંટનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, બેંકમાં ઘૂસ્યા બાદ બદમાશોએ 3 મિનિટની અંદર બંદૂકની અણીએ લગભગ 6.5 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા
રોહતકના ડીએસપી રજનીશ કુમારે જણાવ્યું કે, ડોભ ગામમાં આવેલી એક્સિસ બેંકમાં કર્મચારીઓ હાજર હતા. સાંજે બેંક બંધ કરવાની તૈયારીઓ ચાલી રહી હતી. એક દિવસમાં લગભગ 6.5 લાખ રૂપિયાની રોકડ એકત્ર કરવામાં આવી હતી.
દરમિયાન સાંજે 4.57 વાગ્યે ચાર બદમાશો બાઇક અને સ્કૂટર પર હથિયારો સાથે બેંકમાં ઘૂસ્યા હતા. ત્રણના હાથમાં પિસ્તોલ હતી અને એકના હાથમાં બેગ હતી. બદમાશો બેંકમાં પ્રવેશતાની સાથે જ શટર બંધ કરી દીધા હતા અને બેંક મેનેજરના કાન તરફ પિસ્તોલ તાકી હતી. જેના કારણે બેંકની અંદર હાજર તમામ કર્મચારીઓ ડરી ગયા હતા. આ પછી બદમાશોએ બધાને ધમકાવીને લગભગ સાડા છ લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયા.
પોલીસ ઓળખ માટે સીસીટીવી તપાસી રહી છે બદમાશોના ચુંગાલમાંથી મુક્ત થયા બાદ બેંક કર્મચારીઓએ સ્થાનિક પોલીસને ઘટનાની જાણ કરી હતી. આ મામલાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બદમાશોની ઓળખ કરવા માટે સીસીટીવી તપાસવામાં આવી રહી છે.
લૂંટના સમયે બેંકમાં હાજર પટાવાળા બલજીતે જણાવ્યું હતું કે લગભગ 5 વાગ્યે ચાર બદમાશો પિસ્તોલ સાથે બેંકમાં પ્રવેશ્યા હતા અને બેંકના શટર બંધ કરી દીધા હતા. આ પછી તેઓએ બેંક મેનેજર પર પિસ્તોલ તાકી અને પૈસા લઈને ભાગી ગયા. આ ઘટનાથી બેંક કર્મચારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે.
(11:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
