તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
News of Thursday, 25th July 2024
જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ રંજનનું હાર્ટ એટેકથી નિધન
મુખ્યમંત્રીએ કહ્યું - રાજીવ રંજન એક કુશળ રાજકારણી અને પ્રખ્યાત સામાજિક કાર્યકર હતા. તેમના નિધનથી રાજકીય અને સામાજિક ક્ષેત્રે ક્યારેય ન પુરી શકાય તેવી ખોટ પડી

નવી દિલ્હી :જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ રંજનનું હાર્ટ એટેકથી નિધન થયું છે. દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં તેમનું અવસાન થયું. તેઓ ઈસ્લામપુરથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. આ સિવાય રાજીવ રંજન ઝારખંડ વીજળી બોર્ડના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. રાજીવ રંજન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ હતા. તેઓ પૂર્વ રાજ્યપાલ સિદ્ધેશ્વર પ્રસાદના જમાઈ હતા.
ઇસ્લામપુરના પૂર્વ ધારાસભ્ય અને પાર્ટીના વરિષ્ઠ નેતા રાજીવ રંજન રાષ્ટ્રીય મહાસચિવ અને રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે બેવડી ભૂમિકા ભજવી હતી. રાજીવ રંજન પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને રાષ્ટ્રીય પ્રવક્તા તરીકેની ભૂમિકા નિભાવી ચૂક્યા છે. જો કે હાલમાં તેમની પાસે માત્ર રાષ્ટ્રીય પ્રવક્તા પદની જ જવાબદારી હતી. આ સિવાય તાજેતરમાં જ JDUમાં જોડાયેલા પૂર્વ IAS મનીષ કુમાર વર્માને રાષ્ટ્રીય મહાસચિવ બનાવ્યા બાદ હવે આ પદની જવાબદારી કુલ 9 નેતાઓની છે.
નીતિશ કુમારે ઈસ્લામપુરના પૂર્વ ધારાસભ્ય અને જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ રંજનના અકાળ અવસાન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમના શોક સંદેશમાં મુખ્યમંત્રીએ કહ્યું છે કે શ્રી રાજીવ રંજન એક કુશળ રાજકારણી અને પ્રખ્યાત સામાજિક કાર્યકર હતા. તેમના નિધનથી રાજકીય અને સામાજિક ક્ષેત્રે ક્યારેય ન પુરી શકાય તેવી ખોટ પડી છે. મુખ્યમંત્રીએ દિવંગતના આત્માને શાશ્વત શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને દુઃખની આ ઘડીમાં ધીરજ સહન કરવાની શક્તિ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરી છે.
(11:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
