News of Friday, 26th July 2024
મુંબઈનો આ વ્યક્તિ બન્યો ગજની ફિલ્મનો આમિર ખાન શરીર પર છુંદાવ્યા 22 દુશ્મનોના નામ :ડોક્ટર અવાચક
મુંબઈના વર્લી વિસ્તારમાં એક સ્પામાં હિસ્ટ્રીશીટરની હત્યામાં સંડોવાયેલા 5 લોકોની ધરપકડ

મુંબઈના વર્લી વિસ્તારમાં એક સ્પામાં હિસ્ટ્રીશીટરની હત્યામાં સંડોવાયેલા 5 લોકોની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરાયેલી વ્યક્તિમાં એક સ્પાનો માલિક અને રાજસ્થાનના કોટા 3 લોકો સામેલ છે.
અધિકારીઓએ જણાવ્યું કે, મંગળવાર-બુધવારની રાત્રે બે લોકોએ 52 વર્ષના ગુરુ વાઘમારેની હત્યા એક સ્પાની અંદર કરી હતી. તેમણે જણાવ્યું કે વાઘમારે પોતાને પોલીસનો બામતીમદાર અને સૂચનાનો અધિકાર કાર્યકર્તા જણાવતો હતો. જો કે તેના વિરુદ્ધ બળાત્કાર અને વસૂલ કરવા સહિત અનેક કેસ નોંધાયેલા હતા.
પોલીસે જણાવ્યું કે વાઘમારેએ એવા 22 લોકોના નામ પોતાના શરીર પર છુંદાવી રાખ્યા હતા, જેના કારણે તેને નુકસાન થવાની શક્યા હતી. એક અધિકારીએ જણાવ્યું કે પોસ્ટમોર્ટ દરમિયાન ખ્યાલ આવ્યો કે તેને પોતાની જાંઘ પર પોતાના સંભવિત દુશ્મનોના નામ છુંદાવ્યા હતા.
એક અધિકારીએ જણાવ્યું કે વર્લી પોલીસે સ્પાના માલિકની પણ ધરપકડ કરવામાં આવી છે, જ્યાં વાઘમારેની હત્યા થઈ હતી. તેમણે જણાવ્યું કે, શહેર પોલીસના ક્રાઈમ બ્રાંચે પાલઘર જિલ્લાના નાલાસોપરાથી 26 વર્ષના મોહમ્મદ ફિરોઝ અંસારી અને રાજસ્થાનના કોટાના સાકિબ અંસારીને બે અન્ય સંદિગ્ધોની સાથે ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ અધિકારીએ કહ્યું, આ સોપીરી આપીને હત્યા કરવાનો મામલો છે. સ્પા માલિકે કથિત રીતે આરોપીઓેને વાઘમારેની હત્યાની સોપારી આપી હતી. મામલાની વિગત મુજબ, મુંબઈના વિલે પાર્લેમાં રહેતા વાઘમારે નિયમિત રુપે વર્લી નાકા સ્થિત સ્પામાં જતા હતા અને ત્યાં કામ કરતા લોકો પણ તેમને જાણતા હતા.
પોલીસે જણાવ્યું કે મંગળવારે સાંજે જ્યારે વાઘમારે સ્પા ગયો ત્યારે તેની 21 વર્ષની મહિલા મિત્ર અને ત્રણ પુરુષ મિત્રોએ પાર્ટી આપવાનું કહ્યું, કેમકે તેને હાલમાં જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, તે બાદ પાંચ લોકોને પાર્ટી આપવા માટે સાયનની એક હોટલમાં લઈ ગયો. પોલીસના જણાવ્યા મુજબ સાંજે મંગળવારે રાત્રે 12-30 વાગ્યે તે સ્પામાં પરત ગયો. પોલીસે જણાવ્યું કે થોડીવાર પછી ત્રણ લોકો જતા રહ્યાં જ્યારે વાઘમારે અને તેની મહિલા મિત્ર ત્યાં જ રોકાયા હતા.
પોલીસના જણાવ્યા મુજબ, લગભગ બે કલાક પછી બે અલગ-અલગ લોકો સ્પામાં આવ્યા અને વાઘમારે પર ધારદાર હથિયારો વડે હુમલો કર્યો. ઘટનાની જાણકારી લગભગ 2-30 વાગ્યે વર્લી પોલીસને આપવામાં આવી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે વાઘમારે લોહીના ખાબોચીયામાં પડ્યો હતો. પોલીસે જણાવ્યું કે, પીડિત વિરુદ્ધ ઓછામાં ઓછા 10 કેસ નોંધાયેલા હતા, જેમાં મુલુંડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો બળાત્કારનો મામલો પણ સામેલ છે.
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
