News of Friday, 26th July 2024
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં વધું એક એક્ટરે શો છોડી દીધો
હવે ટપૂ સેનામાં નવો ગોલી જોવા મળશેઃકુશ શાહનો એક વીડિયો મેકર્સે જાહેર કર્યો છે : આ વીડિયોમાં મેકર્સે કુશને એક શાનદાર ફેરવેલ આપી છે

મુંબઈ, તા.૨૬
'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' શો લાંબા સમયથી વિવાદોમાં રહ્યો છે. શોમાંથી દયા બેનનું પાત્ર નિભાવતા દિશા વાકાણી બાદ શૈલેષ લોઢા, નેહા મેહતા, ભવ્ય ગાંધી, નિધિ ભાનુશાળી, ઝીલ મહેતા, રાજ અનાદક અને જેનીફર મિસ્ત્રી નીકળી ચુક્યા છે. તેમાંથી કેટલાય કલાકારોનું જવું વિવાદોથી ભરાયેલું છે. તેના માટે મેકર્સ અને ચેનલની ખૂબ જ ટિકા થઈ છે. હવે શોના વધું એક એક્ટરને ઝટકો આપ્યો છે. આ એક્ટરે શોને ૧૬ વર્ષ આપ્યા છે. એક્ટર અચાનક જવાથી સૌ કોઈ ચોંકી ગયા છે. આ એક્ટરનું નામ કુશ શાહ છે, જો શો શરુ થવાથી લઈને અત્યાર સુધી ગોલીનું પાત્ર નિભાવતો હતો.
કુશ શાહનો એક વીડિયો મેકર્સે જાહેર કર્યો છે. આ વીડિયોમાં મેકર્સે કુશને એક શાનદાર ફેરવેલ આપી છે. મેકર્સે જે વીડિયો શેર કર્યો છે, તેમાં જોઈ શકાય છે કે, ગોલી એક સ્કૂટી પર બેસીને ગોકુલધામાં એન્ટ્રી કરે છે અને પોતાની જર્ની બતાવે છે.
કુશ શાહ વીડિયોમાં કહે છે કે, જ્યારે આ શો શરુ થયો હતો, જ્યારે પહેલી વાર મળ્યા હતા, ત્યારે હું ખૂબ જ નાનો હતો. ત્યારથી તમે મને પ્રેમ આપ્યો છે અને આ પરિવારે મને એટલો જ પ્રેમ આપ્યો છે, જેટલો આપે મને આપ્યો છે. મેં અહીં અનેક યાદો બનાવી છે. મેં અહીં ખૂબ જ આનંદ લીધો. મેં મારુ બાળપણ અહીં જ વિતાવ્યું છે અને સૌથી મહત્વપૂર્ણ વાત છે આ યાત્રા માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત કુમાર મોદીનો આભાર વ્યક્ત કરવા માગું છું. કુશ શાહ આગળ જણાવે છે કે, તેમણે એટલે કે અસિત કુમાર મોદીએ મારા પર વિશ્વાસ મુક્યો, મારા પાત્રને એટલું રસપ્રદ બનાવ્યું અને હંમેશા મને ઈંસ્પાયર કર્યો. તેમના વિશ્વાસના કારણે કુશ આજે ગોલી બની ગયો. વીડિયોમાં અંતમાં શોની આખી ટીમ સાથે કેક કાપે છે. અસિત કુમાર મોદી પણ કુશને ભવિષ્ય માટે શુભકામના આપે છે.
(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
