<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

નીટનું ફાઈનલ મેરિટ લિસ્ટ અંતે જાહેર કરવામાં આવ્યું

૬૧ની જગ્યાએ હવે ફક્ત ૧૭ ટોપર

નવી દિલ્હી, તા.૨૬

નીટ-યૂજી-૨૦૨૪નું ફાઈનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. નવા લિસ્ટમાં હવે ૧૭ ટોપર રહી ગયા છે. આ અગાઉ ૬૧ ટોપર હતા. આ ૧૭ પરીક્ષાર્થીઓમાંથી સો ટકા ૭૨૦માંથી ૭૨૦ માર્ક્સ આવ્યા છે. તેની સાથે જ બેથી અઢી હજાર સુધી રેન્કમાં ફેરફાર થયા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુરુવારે નીટ-યૂજી પરીક્ષાનું રિવાઈઝ્ડ રિઝલ્ટ જાહેર કર્યું હતું. આ પરીક્ષામાં ૨૪ લાખથી વધારે વિદ્યાર્થીઓ સામેલ થયા હતા.

દિલ્હીના રહેવાસી મૃદુલ માન્યા આનંદે ૯૯.૯૯૯૨૭૧૪ પર્સેંટાઈલ સાથે પહેલા રેક્ન પર કબ્જો કર્યો છે. ફાઈનલ મેરિટલ લિસ્ટમાં રાજસ્થાનના છાત્રોનો દબદબો જોવા મળ્યો છે. અહીંના ચાર છાત્રોએ ટોપ ૧૭માં જગ્યા બનાવી છે. આપને જણાવી દઈએ કે, ચાર જૂને જાહેર કરવામા આવેલા રિઝલ્ટમાં ૬૭ વિદ્યાર્થીઓએ ટોપ રેક્ન પ્રાપ્ત કર્યો હતો. જો કે IIT દિલ્હીની એક વિશેષત્ર સમિતિના આધાર પર સુપ્રીમ કોર્ટના ચુકાદાએ વિવાદિત પ્રશ્ન માટે ફક્ત એક યોગ્ય વિકલ્પ સ્વીકાર કરવાનો આદેશ આપ્યો. આ સમાયોજન લગભગ ૪.૨ લાખ વિદ્યાર્થીઓના અંકોને પ્રભાવિત કરશે, જેમણે પહેલાથી સ્વીકૃત ઉત્તર પસંદ કર્યા હતા, જેનાથી ટોપ સ્કોર કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટીને ૬૧થી અનુમાનિત ૧૭ થઈ ગઈ છે.

(9:35 PM IST)