તા. ૩ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૨ મંગળવાર
News of Saturday, 27th July 2024
રામલલા અંગે પહેલી વખત વિદેશમાં ઈશ્યુ ડાક ટિકિટ : ચીનના પડોશી દેશમાં ખૂબ જ લોકપ્રિય છે રામાયણ
. વિદેશ મંત્રી એસ જયશંકર અને લાઓસના વિદેશ મંત્રી સેલુમક્સે કોમાસિથએ સંયુક્ત રીતે આ ટિકિટ ઈશ્યુ કરી

અયોધ્યામાં રામ મંદિરમાં બિરાજમાન રામલલાની મૂર્તિ અંગે સૌ પહેલી વખત કોઈ અન્ય દેશ દ્વારા ડાક ટિકિટ રજૂ કરવામાં આવી છે. દક્ષિણ પૂર્વી એશિયાના દેશ લાઓસ પીડીઆરએ શનિવારે રામલલા પર ડાક ટિકિટ ઈશ્યુ કરી હતી. વિદેશ મંત્રી એસ જયશંકર અને લાઓસના વિદેશ મંત્રી સેલુમક્સે કોમાસિથએ સંયુક્ત રીતે આ ટિકિટ ઈશ્યુ કરી હતી.
લાઓસમાં આસિયાન દેશોની બેઠકનું આયોજન થયું છે, જેમાં ભાગ લેવા માટે ભારતના વિદેશ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. આસિયાન બેઠક બાદ આસિયાન દેશોના વિદેશ મંત્રીઓની જયશંકર સાથે સંયુક્ત બેઠક પણ યોજાઈ હતી. આ બેઠક બાદ બન્ને દેશોએ ઐતિહાસિક સંબંધોને દર્શાવવા માટે બે ડાક ટિકિટો રજૂ ઈશ્યુ કરી હતી. બીજી ટિકિટ લાઓસ સ્થિત ભગવાન બુદ્ધની એક મૂર્તિની છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ પૂર્વી એશિયાના અન્ય દેશોની માફક લાઓસમાં પણ રામાયણ ખૂબ જ લોકપ્રિય છે અને પ્રભૂ રામના નામથી અહીં દરેક નાગરિક પરિચિત છે. રામાયણનું એક લાઓસ વર્જન પણ લોકપ્રિય છે.
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
