<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th July 2024

જમ્મુ કાશ્મીરના મચ્છેલ સેક્ટરમાં ભારતીય સૈનિક ચોકી ઉપર કબજો મેળવવા પ્રયાસ કરનાર પાકિસ્તાની કમાન્ડોને ઠાર મરાયો : એક ભારતીય જવાન શહીદ : મેજર સહિત ભારતીય સેનાના પાંચ જવાન ઈજાગ્રસ્ત

અન્ય કોઈ ઘૂસણખોર કે પાકિસ્તાની સૈનિકો છુપાયા છે કે નહીં ? તે જાણવા માટે ભારતીય સુરક્ષા બળોની ટીમો દ્વારા ઓપરેશન યથાવત

( સુરેશ ડુગ્ગર દ્વારા)જમ્મુ તા.૨૮

          જમ્મુ કાશ્મીરના મચ્છેલ સેક્ટરમાં ભારતીય સૈનિક ચોકી ઉપર કબજો મેળવવા પ્રયાસ કરનાર પાકિસ્તાની કમાન્ડોને ઠાર મરાયો છે.એક ભારતીય જવાન શહીદ થયેલ છે. મેજર સહિત ભારતીય સેનાના પાંચ જવાન ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડેલ છે.અન્ય કોઈ ઘૂસણખોર કે પાકિસ્તાની સૈનિકો છુપાયા છે કે નહીં ? તે જાણવા માટે ભારતીય સુરક્ષા બળોની ટીમો દ્વારા ઓપરેશન યથાવત છે.

      સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાની કમાન્ડોની સાથે પાકિસ્તાની ઘૂસણખોરો અને સૈનિકોએ એલ.ઓ.સી.ની પાસે આવેલી કામકારી સેક્ટરમાં એક સેના ચોકી ઉપર હુમલો કર્યો હતો આ દરમિયાન એક ભારતીય જવાન ભારત માતાની રક્ષા કરતા કરતા શહીદ થયા હતા જ્યારે એક જુનિયર કમિશનર ઓફિસર સહિત પાંચ સૈનિકો ઘાયલ થયા છે.

(1:28 PM IST)