<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th July 2024

પેરિસ ઓલિમ્પિકના ઉદ્ધાટન સમારંભમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી જોડાયાઃ ફ્રાન્સના રાષ્ટ્રપતિને પણ મળ્યા

ફ્રાન્સની રાજધાનીમાં સમર ગેમ્સની શરુઆતના સમયે દંપતિએ એફિલ ટાવરની સામે પોઝ આપ્યો હતો

પેરિસ, તા.૨૮

રિલાંયન્સ ફાઉંડેશનના ચેરપર્સન નીતા અંબાણી અને તેમના પતિ મુકેશ અંબાણી રિલાયંસ ઈંડસ્ટ્રીઝના ચેરમેન પેરિસમાં ચાલી રહેલા ઓલિમ્પિક ૨૦૨૪ના ઉદ્ધાટન સમારંભમાં જોડાયા હતા. ફ્રાન્સની રાજધાનીમાં સમર ગેમ્સની શરુઆતના સમયે દંપતિએ એફિલ ટાવરની સામે પોઝ આપ્યો હતો. સમાચાર એજન્સીએ શનિવારે એક્ટ પર તેની તસવીરો શેર કરી હતી. જેના કેપ્શનમાં લખ્યું હતું. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સદસ્ય નીતા અંબાણી અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પ્રતિષ્ઠિત એફિલ ટાવર આગળ પેરિસ ૨૦૨૪ ઓલિમ્પિક ઉદ્ધાટન સમારંભમાં. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સભ્ય નીતા અંબાણી અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોં સાથે પણ મુલાકાત કરી હતી.

પેરિસ ૨૦૨૪ ઓલિમ્પિક ખેલ ઉદ્ધાટન સમારંભ પહેલા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ બુધવારે પેરિસમાં ૧૪૨માં IOC સત્રમાં ભારત તરફથી IOC સભ્ય તરીકે નીતા અંબાણીને સર્વસમ્મતિથી ફરીથી ચૂંટાવાની જાહેરાત કરી હતી.

નીતા અંબાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સભ્ય તરીકે ફરીથી ચૂંટાવા પર ખૂબ જ સન્માનિત અનુભવી રહી છું. હું રાષ્ટ્રપતિ અને IOCમાં તમામ સહભાગિઓએ મારા પર મુકેલા વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કરવા માગું છું.  ફરીથી ચૂંટાઈ આવવું એક ફક્ત વ્યક્તિગત માઈલ સ્ટોન નથી, પણ વૈશ્વિક ખેલ જગતમાં ભારતના પ્રભાવની માન્યતા પણ છે. હું દરેક ભારતીયો સાથે ખુશી અને ગ્રવની આ ક્ષણને શેર કરુ છું અને ભારત અને દુનિયાભરમાં ઓલિમ્પિક આંદોલનોને મજબૂત કરવા માટે આપણા પ્રયાસો ચાલું રાખવા માટે તત્પર છું.

નીતા અંબાણીને પહેલી વાર ૨૦૧૬માં રિયો ડી જેનેરિયો ઓલિમ્પિક ખેલમાં સામેલ થવા માટે નિયુક્ત કર્યા હતા. ત્યારથી આઈઓસીમાં સામેલ થનારા ભારતના પ્રથમ મહિલા તરીકે નીતા અંબાણીએ પહેલા જ એસોસિએશન માટે ખૂબ જ પ્રગતિ કરી છે.

સાથે જ ભારતની ખેલ મહત્વાકાંક્ષાઓ અને ઓલિમ્પિક વિજનની પણ વકાલત કરી છે. તેમાંય હાલમાં ઓક્ટોબર ૨૦૨૩માં મુંબઈમાં ૪૦થી વધારે વર્ષો બાદ પ્રથમ આઈઓસી સત્ર આયોજીત કરવાનું સામેલ છે. જેને દુનિયાની સામે નવા મહત્વકાંક્ષી ભારતને પ્રદર્શિત કરવા બદલ બિરદાવ્યું છે.

(12:01 PM IST)