<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

નવી દિલ્હીમાં ઈન્ડિયન મેરિટાઈમ હેરિટેજ કોન્કલેવ-2024ના ઉદઘાટન સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ : ભારત સરકારની પોર્ટ, શિપિંગ એન્ડ વોટરવેઝ મિનિસ્ટ્રીનું દ્વિ-દિવસીય આયોજન: ઉપરાષ્ટ્રપતિના હસ્તે કોન્કલેવનું ઉદઘાટન : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મેરિટાઈમ હેરિટેજના પુન: શક્તિ સંચાર માટે આપેલા પોર્ટ લેડ ઈકોનોમીના મંત્રને ગુજરાતે પોર્ટ લેડ ડેવલપમેન્ટથી સાકાર કર્યો છે: પુરાતન બંદરગાહ લોથલમાં વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી નિર્માણ થનારું નેશનલ મેરિટાઈમ હેરિટેજ મ્યુઝિયમ ‘વિકાસ ભી, વિરાસત ભી’નું દિશા દર્શન કરશે : વિકસિત ભારત @2047ના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવામાં મેરિટાઈમ સેક્ટરની મોટી ભૂમિકા રહેશે : ગુજરાતે 2047 સુધીમાં 2000 MMTPA કાર્ગો હેંડલિંગનું લક્ષ્ય રાખ્યું છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ4:41 PM IST

પિયરીયુઃ સુરતમાં સવાણી ગ્રુપ દ્વારા પિતા વિહોણી ૧૧૧ દિકરીઓના લગ્ન-નિકાહ : સુખમાં તો બધાનો સાથ મળશે... દુઃખમાં તો મારી દિકરી જ કાફી છે... : ૧૪ અને ૧પ ડિસેમ્‍બરે પ્રેરણાસ્ત્રોત વલ્લભભાઇ પી. સવાણીના આર્શિવાદથી મહેશભાઇ સવાણી, રાજુભાઇ સવાણી, રમેશભાઇ સવાણીની આગેવાનીમાં જાજરમાન સમુહ લગ્નોત્‍સવ : પૂ. મોરારીબાપુ, પૂ. ગીરીબાપુ, પૂ. નૌતમ સ્‍વામી, પૂ. મુર્તિમાનદાસ બાપુ, પૂ. સંતશ્રી સ્‍વામી, પૂ. મોગલકુળ ચારણરૂષિ, પૂ. શેરનાથબાપુ, પૂ. ઇન્‍દ્રભારતીબાપુ, પૂ. હરિપ્રસાદ સ્‍વામી સહિતના સંતો ઉપસ્‍થિત રહેશે : ભુપેન્‍દ્રભાઇ પટેલ, સી. આર. પાટીલ, હર્ષ સંઘવી, કનુભાઇ દેસાઇ, રૂષિકેશભાઇ પટેલ, કુંવરજીભાઇ બાવળીયા, ભાનુબેન બાબરીયા સહિતના ઉપસ્‍થિત રહેશે3:29 PM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના સફળ સુશાસનના બે વર્ષ પૂર્ણ : વિકસિત ભારત @ ૨૦૪૭ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને વિકસિત ગુજરાતથી સાકાર કરવા ૧૨મી ડિસેમ્બર, ગુરૂવારે તૃતિય વર્ષમાં પદાર્પણ સાથે 'ગ્યાન’ – ગરીબ, યુવા, અન્નદાતા, નારીશક્તિના સમૂચિત વિકાસના કાર્યક્રમોનું આયોજન: વિકસિત ગુજરાતની દિશા તય કરતા ‘ગ્યાન’ આધારિત કાર્યક્રમો યોજાશે : જનતા જનાર્દને મુકેલો વિશ્વાસ સેવા-સંકલ્પ અને સમર્પણ ભાવ સાથે અનેકવિધ લોકહિતકારી યોજનાઓનો સેવાકાળ બનાવ્યો છે : મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં શ્રમિક સુવિધા કેન્દ્ર લોકાર્પણ થકી - ગરીબ ઉત્કર્ષ, રાજ્ય સરકારના વિભાગોમાં ૬૦૦ યુવાઓને નિમણૂક પત્રો એનાયતથી - યુવા વિકાસ, ખેડૂતો-અન્નદાતાઓના FPO સાથે સંવાદથી - અન્નદાતા વિકાસ, મહિલા સ્ટાર્ટઅપ - ઇનોવેટર્સ સાથે સંવાદથી - નારીશક્તિ વિકાસ સહિતના વિકાસ કાર્યો કરાશે3:37 PM IST

શાક-બકાલાની રેકડીથી કારકિર્દીની શરૂઆત કરનાર પુરૂષોત્તમ પીપરીયા ૯ સંસ્‍થામાં સીઈઓ તરીકે કાર્યરત : કાયદેઆઝમ પુરૂષોત્તમ પીપરીયાનો આજે જન્‍મદિવસ : ડો.પુરૂષોત્તમ પીપરીયાએ બેંકીંગ વિષય ઉપર આશરે ૧૦૦થી વધારે લેખ/બુક લખીને સહકારી ક્ષેત્રેની સંસ્‍થાઓને વિનામૂલ્‍યે પ્રદાન કરી ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્‍ત કરેલ છે : આરસીસી બેન્‍કના સીઈઓ ડો.પુરૂષોત્તમ પીપરીયાની ફરજના કાર્યકાળ દરમિયાન રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય કક્ષાના ૭૫ ઉપરાંત એવોર્ડ્‍સ અને પ્રમાણપત્ર પ્રાપ્‍ત થયેલ છે : ૯ સંસ્‍થાઓમાં સીઈઓ તરીકે કાર્યરત ડો.પુરૂષોત્તમ પીપરીયા ૬૫ વર્ષની ઉંમરે આજે પણ સતત ૧૨ કલાક મહેનત કરી રહ્યા છે જે ગૌરવશાળી બાબત છે : ડો.પુરૂષોત્તમ પીપરીયા બેંકના વિકાસ અને ગુડ ગવર્નન્‍સ માટે વિશ્વભરની પચાસ ઉપરાંત નામાંકીત બેંકોની મુલાકાત લઈ ચૂકેલ છે4:15 PM IST