<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th July 2024

હું પ્રેસિડેન્ટ બનીશ તો જ ત્રીજું વિશ્વયુદ્ધ રોકી શકાશે: ટ્રંપની ગર્જના

અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું "જો તેઓ પ્રેસિડેન્ટ બનશે તો જ ત્રીજું વિશ્વ યુદ્ધ રોકી શકાશે.

આજે ઇઝરાયેલમાં રોકેટ સ્ટ્રાઇકમાં ફૂટબોલ રમતા ૧૨ બાળકો અને કિશોરો માર્યા ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેને "બિડેન અને કમલા દ્વારા રચાયેલ ઇતિહાસની ક્ષણ" ગણાવી હતી.

પોતે નેતન્યાહુને મળ્યા હતા, તેના પગલે ગાઝા યુદ્ધ પર કમલા હેરિસની ટિપ્પણીને ટ્રમ્પે 'અનાદરપૂર્ણ' ગણાવી છે. 

કમલા હેરિસે કહ્યું હતું કે "તે ગાઝામાં લોકો જે સહન કરી રહ્યા છે તેના ઉપર ચૂપ નહીં બેસી રહે." 

ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયેલના સંપૂર્ણ સમર્થનમાં બહાર આવ્યા છે.

(3:40 PM IST)