<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th July 2024

કેન્દ્રીય મંત્રી એચડી કુમાર સ્વામીના નાકમાંથી અચાનક લોહી નીકળવા લાગ્યું:હોસ્પિટલમાં દાખલ: જુઓ વીડિયો

તેમની સાથે પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા બીએસ યેદિયુરપ્પા પણ હાજર

બેંગલુરુ. કેન્દ્રીય મંત્રી એચડી કુમારસ્વામી રવિવારે બેંગલુરુમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેના નાકમાંથી અચાનક લોહી વહેવા લાગ્યું. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ANIએ આ ઘટનાનો વીડિયો જાહેર કર્યો છે.

   ANIના વીડિયોમાં જોવા મળે છે કે એચડી કુમાર સ્વામીની સાથે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પણ છે. બંને બેંગલુરુમાં એક સાથે પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે. આ દરમિયાન તેના નાકમાંથી અચાનક લોહી નીકળવા લાગે છે. તેના શર્ટ પર પણ લોહીના ડાઘા છે. તે નાક પર રૂમાલ રાખીને લોહી વહેતું અટકાવવાનો પ્રયાસ કરે છે. 

  તેમણે બીએસ યેદિયુરપ્પાને પ્રેસ કોન્ફરન્સ છોડીને પત્રકારોને સંબોધિત કરવાનો સંકેત આપ્યો. તે પછી તે કારમાં બેસીને હોસ્પિટલ જવા રવાના થાય છે. દરમિયાન તે નાકમાંથી રૂમાલ હટાવતો નથી.

(8:11 PM IST)