News of Sunday, 28th July 2024
મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ મેળવતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ અને વડા પ્રધાન મોદીએ અભિનંદન આપ્યા
મનુએ શૂટિંગમાં ભારતને 12 વર્ષ બાદ ઓલિમ્પિક મેડલ અપાવ્યો:ભારતે છેલ્લા વર્ષ 2012માં સિલ્વલ મેડલ જીત્યો હતો

પેરિસ ઓલિમ્પિક 2024માં મનુ ભાકરે ભારતને સૌ પહેલો મેડલ અપાવ્યો છે. વિમેન્સની 10 મીટર એર પિસ્તોલ શૂટિંગ ફાઈનલમાં મનુ ભાકરે ત્રીજુ સ્થાન હાંસલ કરી બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે. કોરિયાના ખેલાડીએ ગોલ્ડ તથા સિલ્વર મેડલ જીત્યા છે. મનુ ભાકર શૂટિંગમાં ઓલિમ્પિક મેડલ જીતનાર પહેલી ભારતીય મહિલા અને ચોથી ખેલાડી બની ગઈ છે.
મનુ ભાકરે મેડલ મેળવતા દેશમાં ખુશીનો માહોલ છે. સૌ કોઈ આ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, પીએમ મોદીથી લઈ ગૃહ પ્રધાન અમિતભાઈ શાહે અભિનંદન આપ્યા છે.
મનુએ શૂટિંગમાં ભારતને 12 વર્ષ બાદ ઓલિમ્પિક મેડલ અપાવ્યો છે. ભારતે છેલ્લા વર્ષ 2012માં સિલ્વલ મેડલ જીત્યો હતો. ભારતના શૂટર ગગન નારંગ અને દીપક કુમારે સિલ્વર મેડલ જીત્યો હતો. હવે વર્ષ 2024માં મનુએ બ્રોન્ઝ મેડલ જીતી લાંબા સમયથી જેની રાહ જોવામાં આવતી હતી તે પૂરી થઈ છે.
(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
