તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Sunday, 28th July 2024
મનીષ સિસોદિયાને જામીન મળશે કે નહીં? સુપ્રીમ કોર્ટ સોમવારે સુનાવણી કરશે
છેલ્લી સુનાવણીમાં ED અને CBIને નોટિસ ફટકારી હતી :સુપ્રીમ કોર્ટે 16 જુલાઈએ જામીન અરજી પર સુનાવણી કરી હતી. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા 16 મહિનાથી જેલમાં છે

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ સોમવારે આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાના જામીન પર સુનાવણી કરશે. છેલ્લી સુનાવણી 16 જુલાઈએ થઈ હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે સીબીઆઈ અને ઈડીને 29 જુલાઈ સુધીમાં જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 30 ઓક્ટોબરે પોતાના નિર્ણયમાં મનીષ સિસોદિયાને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો.
સુપ્રીમ કોર્ટ સોમવારે એક્સાઇઝ પોલિસી અને ભ્રષ્ટાચાર કેસમાં AAP નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી કરશે. કોર્ટની વેબસાઈટ પર પ્રકાશિત કોઝ લિસ્ટ અનુસાર, જસ્ટિસ બીઆર ગવઈ અને કે.વી. વિશ્વનાથનની બેન્ચ 29 જુલાઈએ આ કેસમાં ફરી સુનાવણી શરૂ કરશે
છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સીબીઆઈ અને ઈડીને સિસોદિયાની જામીન અરજી પર જવાબ દાખલ કરવા માટે નોટિસ જારી કરી હતી. સુપ્રીમ કોર્ટે 16 જુલાઈએ કહ્યું હતું કે, '29 જુલાઈ સુધીમાં નોટિસનો જવાબ આપો. અમે બે અઠવાડિયા પછી આ અંગે પુનર્વિચાર કરીશું
સિસોદિયાના વકીલે દલીલ કરી હતી કે વરિષ્ઠ AAP નેતા 16 મહિનાથી જેલમાં છે અને કેસ આગળ વધી રહ્યો નથી. ઓક્ટોબર 2023 થી તપાસમાં કોઈ પ્રગતિ થઈ નથી. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 30 ઓક્ટોબરે પોતાના ચુકાદામાં સિસોદિયાને જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો, પરંતુ કહ્યું હતું કે જો આગામી ત્રણ મહિનામાં ટ્રાયલ ધીમી ગતિએ આગળ વધે તો તેઓ નવેસરથી જામીન માટે અરજી કરી શકે છે.
(9:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
