News of Monday, 29th July 2024
૫ વર્ષમાં વિદેશમાં ભણતા ૬૩૩ ભારતીય છાત્રોનાં મૃત્યુ
કેનેડા ૧૭૨, અમેરિકા ૧૦૮ અને UK ૫૮ વિદ્યાર્થીઓ સાથે ટોચ પરઃ કેનેડામાં ૯ અને અમેરિકામાં ૬ સ્ટુડન્ટ્સે હિંસા કે હુમલામાં જીવ ગુમાવ્યો

નવી દિલ્હી,તા. ૨૯: વિદેશની ૪૧ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ૬૩૩ ભારતીય સ્ટુડન્ટ્સ છેલ્લાં પાંચ વર્ષમાં વિવિધ કારણોસર મૃત્યુ પામ્યા હોવાની શોકિંગ જાણકારી શુક્રવારે લોકસભામાં વિદેશ ખાતાના રાજયપ્રધાન કીર્તિ વર્ધન સિંહ દ્વારા આપવામાં આવી હતી. કેરલાના સંસદસભ્ય કે. સુરેશના સવાલના જવાબમાં કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું હતું કે કુદરતી રીતે, અકસ્માતથી કે તબીબી કારણોસર પણ સ્ટુડન્ટ્સનાં મૃત્યુ થયાં હતાં. ૧૭૨ સ્ટુડન્ટ્સનાં મૃત્યુ સાથે કેનેડા પહેલા નંબરે છે. ત્યાર બાદ અમેરિકામાં ૧૦૮, યુનાઇટેડ કિંગડમ (શ્ધ્)માં ૫૮, ઓસ્ટ્રેલિયામાં ૫૭, રશિયામાં ૩૭ અને જર્મનીમાં ૨૪ સ્ટુડન્ટ્સનો સમાવેશ છે. યુક્રેનમાં ૧૮, જયોર્જિયા, કિર્ગીઝસ્તાન અને સાયપ્રસમાં ૧૨-૧૨ અને ચીનમાં ૮ સ્ટુડન્ટ્સે જીવ ગુમાવ્યો હતો.
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ૧૯ સ્ટુડન્ટ્સે હિંસા અથવા તેમના પર થયેલા હુમલામાં જીવ ગુમાવ્યો હતો. કેનેડામાં સૌથી વધારે ૯ સ્ટુડન્ટ્સે હિંસક હુમલામાં જીવ ગુમાવ્યો હતો. અમેરિકામાં ૬ સ્ટુડન્ટ્સે આવા હુમલામાં જીવ ગુમાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા, UK, ચીન અને કિર્ગીઝસ્તાનમાં એક-એક સ્ટુડન્ટે જીવ ગુમાવ્યો હતો.
વિદેશમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સની સલામતી અને સુરક્ષા ભારત સરકારની ટોચની પ્રાયોરિટી છે. વિદેશમાં કાર્યરત ભારતીય મિશન કે દૂતાવાસ વિવિધ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સના સંપર્કમાં રહે છે. વિદેશમાં ભારતીય મિશન કે પોસ્ટ હાયર સ્ટડીઝ કરી રહેલા ભારતીય સ્ટુડન્ટ્સને તેમની સાથે અને વિદેશ ખાતાના પોર્ટલ પ્ખ્ઝખ્ઝ પર રજિસ્ટર કરાવવા પ્રોત્સાહિત કરે છે જેથી તેમની ફરિયાદનું તાત્કાલિક નિરાકરણ કરી શકાય. આવાં મિશન ભારતીય સ્ટુડન્ટ્સને નિયમિત સંપર્ક જાળવવા અને તેમની ચિંતાઓને પ્રાથમિકતા આપવા અને ઉકેલવા માટેના તમામ પ્રયાસો કરવાની સલાહ આપે છે. (
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
