News of Monday, 29th July 2024
શૂટિંગમાં ફરીથી થશે કમાલ-ધમાલ, ભારતને મળી શકે છે વધુ બે મેડલ !
પેરિસ ઓલિમ્પિકસમાં આજે ભારત વધુ બે મેડલ મેળવી શકે છે અને આ બંને મેડલ શૂટિંગ સ્પર્ધામાંઆવવાની આશા છે : ૧૦ મીટર અને રાઇફલમાં અર્જુન બબુતા અને રમિતા જિંદાલ પુરૂષ અને મહિલા બંને ઇવેન્ટમાં મેડલ લાવી શકે છે : હોકી અને તિરંદાજીમાં પણ આજથી અભિયાન

નવી દિલ્હી, તા. ર૯ : પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં ભારતની મેડલ જીતવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. શૂટર મનુ ભાકરે ભારતને પ્રથમ મેડલ જીતાડવામાં સફળ રહી હતી. તેણે ૧૦ મીટર ઍર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો અને આ સાથે તેણે ઈતિહાસ પણ રચ્યો.
તે ઓલિમ્પિકમાં મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા શૂટર બની છે.
હવે આજે મેડલ મેચ પણ યોજાવા જઈ રહી છે, જેમાં ભારતને હવે કયો મેડલ આવે છે તે જોવું રસપ્રદ રહેશે. ચાલો જાણીઍ ભારતની કઈ મેચો જોઈ શકાશે?
બેડમિન્ટનથી
ભારતની શરૂઆત
મેચની શરૂઆત બેડમિન્ટનથી થશે. મેન્સ ડબલ્સની મેચમાં ભારતની સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી જર્મનીની લેમ્સફસ માર્ક અને સીડેલ માર્વિનની જોડી સામે ટકરાશે. આ મેચ બપોરે ૧૨ વાગ્યે શરૂ રમાશે. આ ઉપરાંત બપોરે ૧૨:૫૦ વાગ્યાથી મહિલા બેડમિન્ટન મેચ પણ યોજાવાની છે. જેમાં અશ્વિની પોનપ્પા અને તનિષા ક્રાસ્ટોની જોડીનો મુકાબલો જાપાનની માત્સુયામા અને ચિહારુ શિડાની જોડી સામે થશે. જો કે આ મેચના ટાઈમ ટેબલમાં બાદમાં ફેરફાર થઈ શકે છે.
શૂટિંગ સ્પર્ધા
બપોરે ૧૨.૪૫ કલાકે ભારતીય ખેલાડીઓની શૂટિંગ સ્પર્ધામાં ૧૦ મીટર ઍર પિસ્તોલ સ્પર્ધામાં ભારતની બે ટીમો ભાગ લેશે. જેમાં પ્રヘથમ ટીમમાં મનુ ભાકર અને સરબજોત સિંહ અને બીજી ટીમમાં અર્જુન સિંહ ચીમા અને રિધમ સાંગવાન છે. આ સિવાય ટ્રેપ ઈવેન્ટ બપોરે ૧ વાગ્યાથી શરૂ થશે. જેમાં ક્વોલિફિકેશન મેચમાં ભારતનો પળથ્વીરાજ ટોન્ડેમન રમતા જોવા મળશે.
રમિતા મેડલ મેળવી શકે
બપોરે ૧ વાગ્યાથી ૧૦ મીટર ઍર રાઇફલની ફાઇનલ મેચમાં રમિતા જિંદાલ મેડલ માટે ચેલેન્જ કરશે. રમિતાઍ ૬૩૧.૫ના સ્કોર સાથે પાંચમું સ્થાન મેળવ્યું હતું અને ફાઇનલમાં પોતાનું સ્થાન નિヘતિ કર્યું હતું.
આ ખેલાડી પાસેથી પણ મેડલની અપેક્ષા
ભારતીય શૂટર અર્જુન બબુતા બપોરે ૩.૩૦ કલાકે પુરુષોની ૧૦ મીટર ઍર રાઈફલ ઈવેન્ટમાં રમતા જોવા મળશે. આવી સ્થિતિમાં તે પણ ભારતને મેડલ અપાવી શકે છે. ગઇકાલની મેચમાં ૬૩૦.૧નો સ્કોર કરીને ૬૦ શોટની ક્વોલિફિકેશન સિરીઝમાં તે સાતમા ક્રમે રホા હતો.
હોકી અને તીરંદાજી સ્પર્ધા
ભારતીય પુરૂષ હોકી ટીમ આર્જેન્ટિના સામે ટકરાશે. આ મેચ સાંજે ૪.૧૫ કલાકે શરૂ થશે. આ ઉપરાંત તીરંદાજી સ્પર્ધા પણ યોજાય છે. જેમાં ભારતીય પુરુષ ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પડકાર રજૂ કરશે. ટીમમાં ધીરજ બોમ્માદેવરા, પ્રવીણ જાધવ અને તરુણદીપ રોય સામેલ છે. આ મેચ સાંજે ૫.૪૫ કલાકે શરૂ થશે. આમાં પણ મેડલની આશા છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
