<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

અમેરિકાનું રાજકારણ ગરમાયું: કમલા હેરિસને હરાવવા રિપબ્‍લીકનનો ત્રણ મુદે હુમલો

ન્‍યુયોર્ક તા. ર૯ :.. અમેરિકાના રાજકારણમાં ખૂબ જ ઉથલ-પાથલ જોવા મળી રહી છે. કમલા હેરીસ કે જેઓ બાઇડનના સ્‍થાન ઉપર ડેમોક્રેટસ પક્ષના રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર બન્‍યા છે. હાલ તેઓ ટ્રમ્‍પ કરતા આગળ ચાલી રહ્યા છે. પણ રિપબ્‍લીકન પાર્ટી દ્વારા હેરીસ વિરૂધ્‍ધ ત્રણ મુદ્‌્‌ા ઉપર નિશાન સાધવામાં આવી રહ્યું છે.

જેમાં ર૦ર૦ ની ચૂંટણી દરમિયાન હેરીસ રાષ્‍ટ્રપતિ પદની દાવેદારી મેળવી શકયા ન હતાં. ઉપરાંત અનેક મુશ્‍કેલીઓનો પણ સામનો કરવો પડયો હતો. ર૦૧૯ માં  તેમણે સરકાર સંચાલીત સીસ્‍ટમ્‍સ માટે ખાનગી સ્‍વાસ્‍થ્‍ય વિમાને ખતમ કરવા સમર્થન કરેલ, સાથે દસ્‍તાવેજ વિના પ્રવેશને અપરાધની શ્રેણીમાંથી બહાર કરવા અને આઇસીઇને પણ ખતમ કરવા પણ સમર્થન આપેલ. હવે આ અંગે રિપબ્‍લીકન સેનેટ ઉમેદવાર ડેવીડે આ ઉપર એક વિજ્ઞાપન બનાવ્‍યું છે. સાથે જ ટ્રમ્‍પે મીટ સૈન ફ્રાન્‍સીસકો રેડિકલ કમલા હૈરીસના શિર્ષક સાથે વિડીયો જાહેર કર્યો છે.

બીજા મુદ્‌્‌ામાં બાઇડનનું ચૂંટણી અભિયાન ઘણા સમયથી લડખડાયેલું છે. તેમની ઇમીગ્રેશન નીતિ લોકોને પસંદ નથી આવી. ગાઝા યુધ્‍ધમાં ઇઝરાયેલને સમર્થનથી યુવાઓમાં નારાજગી છે. હવે તેમના કાર્યકાળમાં થયેલ કામોને કમલા હેરીસ સાથે જોડવામાં આવી રહ્યા છે. રિપબ્‍લીકન પહેલા થી જ ઇમિગ્રેશન મુદ્‌્‌ે કમલાને જોડવાની કોશીષ કરી રહી છે.

ત્રીજા મુદ્‌્‌ામાં હેરીસના પબ્‍લીક પ્રોસીકયુટરના કાર્યકાળને રિપબ્‍લીકન દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યું છે. રિપબ્‍લીકન પાર્ટી દ્વારા હેરીસ ઉપર ડ્રગ્‍સ સાથે જોડાયેલ અપરાધમાં કાળા પુરૂષો ઉપર સખ્‍ત હોવાનો આરોપ લગાડાય રહ્યો છે, જેથી બ્‍લેક લોકોનું હેરીસ પ્રત્‍યેનું સમર્થન ઘટાડી શકાય. ઉપરાંત એવા પણ ઉદાહરણ રજૂ કરાય છે. જેમાં હેરિસ દ્વારા ભવિષ્‍યમાં ગુનો કરી શકે તેવા લોકોને પેરોલ આપવામાં આવી હોય.

આવનાર થોડા દિવસોમાં હેરિસને તેમના શબ્‍દો, વોટ અને તેમના પાછળના અભિયાન દ્વારા પરખવામાં આવશે. જેનાથી ખબર પડશે કે નવેમ્‍બરમાં મતદાન દેવા સમયે લોકો હેરિસને કઇ રીતે જોશે.

(4:10 PM IST)