News of Monday, 29th July 2024
બે વર્ષનું બાળક ટ્રેન હડફેટે આવ્યું: બાળકનું માથુ ૬૦ કી.મી. દુર મહારાષ્ટ્ર પહોંચ્યું : ધડ ખંડવા ટ્રેક પરથી મળ્યું
મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાની マદયદ્રાવક ઘટના

ભોપાલ, તા., ર૯: મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં એક દુઃખદ ઘટના બની છે. જિલ્લાના ડોંગરગાંવમાં બે વર્ષનો માસૂમ બાળક રમતા રમતા રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવી ગયો હતો. ટ્રેનની અડફેટે આવ્યા બાદ તેનું ધડ ટ્રેનથી કપાઈ ગયું હતું અને તેનું માથું એન્જિનમાં ફસાઈ ગયું હતું અને તે લગભગ ૬૦ કિલોમીટર દૂર મહારાષ્ટ્ર પહોંચ્યું હતું.
પોલીસને દુઃખદ ઘટનાની માહિતી મળતા જ તેમણે ૬ કલાક સુધી માથાની શોધખોળ કરી હતી. ત્યારબાદ મહારાષ્ટ્રના બગોરા સ્ટેશન પાસે માસૂમ બાળકનું માથું મળી આવ્યું હતું. આ સમગ્ર મામલો જિલ્લાના પંઢાણા પોલીસ સ્ટેશન વિસ્તારની બોરગાંવ ચોકીમાં આવતા ડોંગરગાંવ ગામના ફળિયાનો છે. મુંબઈ દિલ્હી ટ્રેનનો રૂટ અહીંથી પસાર થાય છે.દુઃખદ ઘટનાની વિગત મુજબ કાલુરામ બરેલાનો પુત્ર રામ બરેલા શનિવારે સવારે ૧૧ વાગે ઘરના આંગણામાં રમી રહ્યો હતો. તે કયારે ટ્રેક પર ગયો તેની કોઈને ખબર ન પડી. બાદમાં જ્યારે તેની શોધખોળ કરવામાં આવી ત્યારે તેનું ધડ રેલવે ટ્રેક પરથી મળી આવ્યું હતું.
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
