<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

ભારતમાં ઓલિમ્‍પક યોજાશે તો દેશને મોટા નાણાકીય દેવામાં ડૂબાડી દેશે

કોંગ્રેસ સાંસદ કાંતિ ચિદમ્‍બરમનો ધડાકો

નવી દિલ્‍હી : સાંસદ અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્‍બરમના પુત્ર શ્રી કાર્તિ ચિદમ્‍બરમે દાવો કર્યો છે કે ભારતમાં ઓલમ્‍પીક રમતોત્‍સવનું આયોજન કરવાથી દેશ મોટા આર્થિક દેવામાં ધસડાશે. જે નાણા દ્વારા ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર ઉભુ કરવામાં આવશે તેનો  ઓલમ્‍પીક રમતોત્‍સવ પછી કોઈ ઉપયોગ નહિં રહે. એના કરતા બહેતર છે કે આ રકમ આપણા રમતવીરો પાછળ વપરાય અને વધુ સારી સુવિધા પૂરી પડાય. આ પૂર્વે ઓલમ્‍પીક સમીતાના સભ્‍ય નીતા અંબાણીએ કહેલ કે એ દિવસો દૂર નથી જયારે ભારત ઓલમ્‍પીકની મેજબાની કરશે. ભારત ૨૦૩૬ના ઓલમ્‍પીક માટે બીડ કરવાનું છે.

(4:21 PM IST)