News of Monday, 29th July 2024
જમ્મુ કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપોર વિસ્તારમાં ભેદી વિસ્ફોટ : ચારના મોત

( સુરેશ ડુગર દ્વારા) જમ્મુ તા.૨૯ : ઉત્તરી કાશ્મીરના બારામુંડા જિલ્લાના સોપોર વિસ્તારમાં આજે એક વિસ્ફોટ થતા બે બાળકો સહિત ચારના મોત થયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે સોપોરના શેર કોલોની વિસ્તારમાં આ દુર્ઘટના સર્જાઈ હતી જો કે કારણ અંગે કઈ જાણવામાં મળ્યું નથી.
. સૂત્રોએ જણાવ્યું હતું કે આ દુર્ઘટના ત્યારે સર્જાઈ જ્યારે એક ટ્રકમાંથી ભંગારનો સામાન ઉતારવામાં આવી રહ્યો હતો આ ઘટના બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
