News of Monday, 29th July 2024
કોચિંગ સેન્ટર કેસ મામલે ગૃહ મંત્રાલયે તપાસ સમિતિની રચી :ભોંયરામાં ડૂબી જવાથી 3 વિદ્યાર્થીઓના જીવ ગયા.
ઉત્તર પ્રદેશના આંબેડકર નગરના શ્રેયા યાદવ, તેલંગાણાના તાન્યા સોની અને કેરળના એર્નાકુલમના નિવિન ડાલવિને જીવ ગુમાવ્યા

નવી દિલ્હી :કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હીના જૂના રાજેન્દ્રનગરમાં એક કોચિંગ સેન્ટરમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત મામલે એક સમિતિની રચના કરી છે. આ કમિટી મામલાની તપાસ કરશે. 27 જુલાઈના રોજ, રાવ IAS કોચિંગ સેન્ટરના ભોંયરામાં અચાનક પાણી ભરાવાને કારણે ત્રણ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો. મૃતકોમાં બે વિદ્યાર્થીનીઓ અને કેરળની એક વિદ્યાર્થીનીનો સમાવેશ થાય છે
27 જુલાઈના રોજ, રાવ IAS કોચિંગ સેન્ટરના ભોંયરામાં અચાનક પાણી ભરાવાને કારણે ત્રણ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો. ઉત્તર પ્રદેશના આંબેડકર નગરના શ્રેયા યાદવ, તેલંગાણાના તાન્યા સોની અને કેરળના એર્નાકુલમના નિવિન ડાલવિને આ દુ:ખદ અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા. ઘટનાના ત્રીજા દિવસે વિદ્યાર્થીઓએ રાવ IAS કોચિંગ સેન્ટરની બહાર પ્રદર્શન કર્યું. 30 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા હતા
પોલીસના જણાવ્યા અનુસાર ભોંયરામાં ઘણું પાણી ભરાઈ ગયું હતું. 30 જેટલા વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા હતા. પોલીસે 14 વિદ્યાર્થીઓને બચાવી લીધા હતા. જ્યારે બાકીના વિદ્યાર્થીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. જોકે આ દરમિયાન ત્રણ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો. ભોંયરામાં પાણીનું સ્તર ઓછું થતાં ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા. ફાયર વિભાગને રાવ IAS સ્ટડી સેન્ટર અને કરોલ બાગ વિસ્તારમાં 27 જુલાઈના રોજ સાંજે લગભગ 7 વાગ્યે પાણી ભરાઈ જવાની માહિતી મળી હતી.
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
