News of Tuesday, 30th July 2024
સોમવારથી શ્રાવણ, આશ્લેષા નક્ષત્ર અને વ્યતિપાત યોગ
પાંચમી ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભઃ સોમવારે શરૂ થતો શ્રાવણ સોમવારે પૂરો થશે : નવનાથની નગરીમાં શિવભકતો શિવાલયોમાં ઉમટશેઃ આ વખતે પાંચ શ્રાવણી સોમવારનો અનોખો સંયોગ

નવી દિલ્હી,તા. ૩૦: આ વર્ષે તા.૫મી ઓગસ્ટના સોમવારથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ આશ્લેષા નક્ષત્ર અને વ્યતિપાત યોગ સાથે થશે. દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરવાના શ્રેષ્ઠ મહિનામાં પાંચ સોમવારનો સંયોગ રચાતા ભક્તોમાં આનંદ છવાયો છે.
પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સોમવારથી થશે. એટલુંજનહિ, આ વર્ષે અમાસ વૃદ્ધિ તિથિ હોવાથી તા.૨જી સપ્ટેમ્બરે સોમવાર અને મધા નક્ષત્રમાં પણ અમાવસ્યા છે. જયોતિષાચાર્ય સત્યમ મહેન્દ્રભાઈ જોષીએ ઉમેયું હતું કે શિવ એજ જીવ છે જીવ એ જ શિવ છે અને શિવ જીવનું કાર્ય નિરંતર કર્યા જ કરે છે. જેથી શિવપૂજન-અર્ચન ખૂબ જ મહત્વ ધરાવે છે. શિવ આરોગ્ય-ઉજર્જા-આત્મવિશ્વાસના કારક છે. શિવભક્તિથી ગ્રહોના અશુભ ફળમાંથી રાહત મળે છે. શિવ આરોગ્યના દાતા છે જેથી ગંગાજળની અંદર ડાભ મૂકી ભગવાન શિવજીને અર્પણ કરવાથી રોગમાંથી રાહત મળે છે. શક્ય હોય તો બ્રાહ્મણ દ્વારા નમક-ચમકનો નિત્ય અભિષેક કરાવવાથી લાભ રહે છે. દૂધ અને સાકરથી બાહ્મણો પાસે રુદ્ર અષ્ટાધ્યાયથી ભગવાન શિવજીનું પૂજન અર્ચન અભિષેક કરાવવાથી લાભ મળે છે. કર્ક અને વૃヘકિ રાશિના જાતકોને શનિની નાની પનોતી ચાલે છે. મકર, કુંભ અને મીન રાશિના જાતકોને શનિની સાડા સાતી ચાલે છે જે સાથે મીન રાશિમાં રાહુ મહારાજ છે. (૨૨.૪)
અષાઢ વદ અમાવસ્યા- દિવાસાથી દશામાનું વત
પાર્થેશ્વર ચિંતામણી પ્રયોગથી ચિંતાઓ બાધાઓ ઉપદ્રવોમાંથી રાહત મળે છે. શાષામાં ઉલ્લેખ્યું છે કે કળિયુગમાં માટીથી બનાવેલ શિવલિંગનું પુજન વિશેષ લાભ આપે છે. શ્રાવણ મહિનાના આગલા દિવસે અષાઢ વદ અમાવસ્યાના દિવાસાના દિવસથી દશામાના ૧૦ દિવસના વ્રતની શરૂઆત થશે.
રાશિ મુજબ પૂજન-અભિષેક લાભકારી
મેષ : રક્ત ચંદન, વૃષભ : દુધ, મિથુન : શેરડીના રસથી, કર્કઃ દુધ અને અત્તરથી, સિંહ : મધથી અભિષેક કરવો. કન્યા ગંગાજળથી, તુલાઃ અત્તરથી, વૃશ્ચિકઃ રક્ત ચંદન, ધન : ચંદન, મકર : દર્ભ- પંચામૃતથી અભિષેક કરવો. કુંભ : દૂધ-મધથી જયારે મીન રાશિના જાતકોએ ચંદન યુક્ત ગંગાજળથી અભિષેક કરવો જોઇએ.
શ્રાવણ મહિનામાં બિલ્વપત્રની બોલબાલા
શિવજીને અભિષેક કરતી વખતે મહામૃત્યુજય જાપ કે ઓમ નમ શિવાય બોલીને અભિષેક કરવો જોઇએ શ્રાવણ માસમાં અભિષેક- પૂજન-અર્ચન-લઘુરુદ્ર, હોમાત્મક લઘુરુદ્ર, સવા લક્ષ્ય બિલ્વપત્ર, ખાસ કરીને પાર્થેશ્વર ચિંતામણી એટલે કે માટીના શિવલિંગનું નિત્યપૂજન કરી વિસર્જિત કરવા જોઇએ.
(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
