<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

તા.૧૪ ઓગષ્‍ટથી નીટ-યુજીનું કાઉન્‍સેલીંગ

૭૧૦ મેડીકલ કોલેજાની ઍક લાખ ૧૦ હજાર વધુ બેઠકો કાઉન્સેલીંગ દ્વારા ભરાશે

નવી દિલ્‍હી, તા., ૩૦ : લાંબા ઇંતેજાર બાદ તા.૧૪ ઓગષ્‍ટથી નીટ-યુજીનું કાઉન્‍સેલીંગ શરૂ કરવામાં આવશે.

તા.૧૪ ઓગષ્‍ટથી નીટ-યુજી માટે કાઉન્‍સેલીંગ શરૂ થયા બાદ ૭૧૦ મેડીકલ કોલેજોની એક લાખથી વધુ બેઠકો ઉપર પ્રવેશ ફાળવવામાં આવશે. નર્સીંગ અને આયુષ બેઠકો ઉપરાંત ર૧ હજાર બીડીએસ બેઠકો ઉપર પણ કાઉન્‍સેલીંગ થશે.

નીટ-યુજીના સુધારેલા પરીણામમાં ટોપર્સની સંખ્‍યામાં ઘટાડો થયો છે. નીટ-યુજીના સુધારેલા પરીણામમાં ટોપર્સની સંખ્‍યા ૬૧ માંથી માત્ર ૧૭ થઇ છે. પરીક્ષા માટે કુલ ર૪,૦૬,૦૭૯ વિદ્યાર્થીઓએ રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું હતું. જેમાંથી ર૩,૩૩,૧૬૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પાસ થયેલા ઉમેદવારોની સંખ્‍યા ૧૩,૧પ,૮પ૩ છે.

 

(12:09 PM IST)