News of Tuesday, 30th July 2024
શ્રી રામ કથા જ્ઞાનયજ્ઞ નહીં, ગાનયજ્ઞ છે : પૂ. મોરારીબાપુ
યુનો-સંયુકત રાષ્ટ્રસંઘ-ન્યુયોર્કમાં આયોજીત શ્રી રામકથાનો આજે ચોથો દિવસ વિશ્વ સંસ્થા-યુનોના બિલ્ડીંગ ઉપરથી કથાનો કોઇ ઉદેશ્ય નથી : ફકત સત્ય, પ્રેમ, કરૂણા

રાજકોટ તા.૩૦: યુનો- સંયુકત રાષ્ટ્રસંઘ- ન્યુયોર્કમાં પુ.મોરારીબાપુના વ્યાસાસને આયોજીત ‘‘માનસ વસુદ્યૈવ કુટુંબકમ'' શ્રી રામકથાનો આજે ચોથો દિવસ છે. ગઇકાલે પુ.મોરારીબાપુએ ત્રીજા દિવસની શ્રીરામકથામાં જણાવ્યું હતુ કે, શ્રીરામકથા જ્ઞાનયજ્ઞ નહી પરંતુ ગાનયજ્ઞ છે.
પુ.મોરારીબાપુએ વધુમાં કહ્યું કે રામચરિત માનસમાં નવ વખત અતિ સુંદર શબ્દ આવ્યો છે એ રહસ્ય પણ આપણે ખોલશું. સાથે ઉમેર્યું કે યુનોના બંધારણમાં ભારતીય વિચારધારાનું પ્રાબલ્ય છે. બાપુએ જણાવ્યું આ કથા વિશેષ છે એવું નથી, એટલું બધું મહત્વ આપવાની જરૂર નથી, મારા માટે બધી જ જગ્યાએ કથા મહાન છે.
કથાનાં ક્રમમાં હનુમાનજીની વંદનાથી આગળ વધીને બાપુએ કહ્યું કે હનુમાન માત્ર બંદર નથી સુંદર છે, રામ મંગલમૂર્તિ છે, એમ હનુમાનજી પણ મંગલમૂર્તિ છે. કોયલ મધુર બોલે એ સમજમાં આવે પણ કાગડો મધુર બોલે એ માનસમાં છે, એમ મનુષ્ય મધુર બોલે એ સમજાય પણ રામચરિત માનસમાં એક વાનર (હનુમાન)મધુર વચન બોલે છે. સીતાજીની વંદના ગાતા કહ્યું: જનક સુતા જગજનનિ જાનકીઃ અતિશય પ્રિય કરૂણાનિધાન કી તાકે જુગ પદ કમલ મનાવઉં: જાસુ કળપા નિર્મલ મતિ પાવઉં.
સત્ય, પ્રેમ, કરૂણાનાં ત્રણેય સૂત્રો આ વંદનામાં દેખાય છે. સીતા સત્ય છે, અતિશય પ્રિય એટલે પ્રેમ અને કરૂણા નિધાનમાં કરૂણા છે. આમ આ સત્ય, પ્રમ અને કરૂણાની પણ વંદના છે. આપણે નખશિખ પવિત્ર વ્યક્તિની પૂજા કરીએ એમ વિચારોની પણ પૂજા કરીએ છીએ. સિતારામ વંદનામાં બે છે એ લીલા માટે, બાકી અભિન્ન છે.
બોંતેર પંક્તિઓમાં રામનામ મહિમાનું ગાન થયું. કહ્યું કે અહીં રામ સંકીર્ણ નથી, આપની રૂચિ હોય એ નામ. રામ- સૂર્ય, ચંદ્ર, અગ્નિનું બીજ તત્વ છે. પ્રણવનો પર્યાય છે. ઓમકાર સ્વરૂપ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ રૂપ છે. રામ સ્મરણ અંદરના સત્વનું નિર્માણ, પોષણ અને અસદનું નિર્વાણ કરે છે. રામ-નામ પણ છે, મહામંત્ર પણ છે. રામનામની પરિક્રમા કરીને ગણેશ પ્રથમ પૂજ્ય બન્યા. નામનો મહિમા મોટો છે. રૂપથી વ્યક્તિ ન મળે, નામથી જ મળે.
બીજા દિવસની કથામાં સ્વામી રામદેવે યોગ વિષયક વાતોની સાથે પ્રાણાયમ નિદર્શન કરીને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
