<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

વાયનાડ વિનાશલીલાનો મૃત્‍યુઆંક વધીને ૧૬૮

ખતરો હજુ ટળ્‍યો નથી : રેસ્‍ક્‍યુ ઓપરેશન તેજ કરાયું : બે દિવસ રાષ્ટ્રીય શોક જાહેર : ૧૮૦ લાપતા

વાયનાડ તા. ૩૧ : કેરળના વાયનાડમાં લોકો દિવસભરનું કામ પૂરૂં કરીને ઊંડી ઊંઘમાં હતા, તેઓએ ક્‍યારેય વિચાર્યું પણ નહોતું કે આ રાત તેમની છેલ્લી રાત હશે. જે પહાડને સવારે વહેલા ઊઠીને તેઓ જોતાં હતા તે જ તેમની પર કાળ બનીને તૂટી પડશે. ગઇકાલે વહેલી સવારે ૨ થી ૪ વાગ્‍યાની આસપાસ વાયનાડમાં બે જગ્‍યાએ ભારે ભૂસ્‍ખલન થયું હતું. ભૂસ્‍ખલનના કાટમાળ નીચે દટાઈ જવાથી લગભગ ૧૬૮ લોકોના મોત થયા છે. જ્‍યારે ૧૮૦ લોકો લાપતા છે. ભારતીય સેનાની દેખરેખ હેઠળ રેસ્‍ક્‍યુ ઓપરેશનને તેજ કરી દેવામાં આવ્‍યું છે. રેસ્‍ક્‍યુ ટીમ (NDRF અને SDRF) સતત બચાવ કામગીરીમાં વ્‍યસ્‍ત છે. ઝુંબેશમાં સ્‍નિફર ડોગ્‍સને પણ સામેલ કરવામાં આવ્‍યા છે.

કેરળ સરકારે નાગરિકોના મૃત્‍યુ પર બે દિવસનો રાજય શોક જાહેર કર્યો છે. મુખ્‍ય પ્રધાન પિનરાઈ વિજયને જણાવ્‍યું હતું કે રાજય સરકાર આ દુઃખદ ઘટનાથી ખૂબ જ દુઃખી છે, જેના પરિણામે જાનહાનિ થઈ છે અને મોટા પાયે મકાનો અને અન્‍ય સંપત્તિઓને નુકસાન થયું છે. પ્રોટોકોલ મુજબ, રાષ્ટ્રધ્‍વજ અડધી માસ્‍ટ પર છે.અને તમામ જાહેર સમારંભો અને કાર્યો રદ રહેશે

તે જ સમયે, ભારતીય હવામાન વિભાગ અનુસાર, ખતરો હજુ ટળ્‍યો નથી. પહાડી જિલ્લા વાયનાડ અને કેરળના તમામ ઉત્તરી જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્‍યું છે. આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની સંભાવના છે. સૈન્‍ય અધિકારીએ જણાવ્‍યું હતું કે ભૂસ્‍ખલન બાદ હેલીકોપ્‍ટર દ્વારા હેવી મશીનો અને સ્‍નિફર ડોગ્‍સની ટીમોને લોકોને મદદ કરવા અને બચાવ કામગીરીમાં ઝડપ લાવવા માટે મોકલવામાં આવી રહી છે. આ ઉપરાંત ભારતીય કોસ્‍ટ ગાર્ડ ફોર્સે પણ તેની આપત્તિ રાહત ટીમોને ઘટના સ્‍થળે મોકલી છે.

વાયનાડમાં ભૂસ્‍ખલન થયા બાદ જ સેનાની ટીમને સર્ચ ઓપરેશન માટે તૈનાત કરવામાં આવી હતી. લગભગ ૨૨૫ સૈનિકોની ચાર ટુકડીઓ બચાવ કાર્યમાં લાગી હતી. આ ઉપરાંત, ઓછામાં ઓછા ૧૪૦ સૈનિકોની બે વધુ ટુકડીઓને તિરુવનંતપુરમમાં સ્‍ટેન્‍ડબાય પર રાખવામાં આવી છે, જેથી કોઈપણ કટોકટીની સ્‍થિતિમાં, તેઓને ઘટના સ્‍થળે એરલિફટ કરી શકાય. આર્મીએ માનવતાવાદી સહાય અને આપત્તિ પ્રતિભાવને મદદ કરવા અને સંકલન કરવા માટે કોઝિકોડમાં કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટર પણ બનાવ્‍યું છે.

બચાવ ટીમે જણાવ્‍યું કે વાયનાડના પ્રભાવિત વિસ્‍તારની હેલિકોપ્‍ટર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એ સુનિヘતિ કરવામાં આવી રહ્યું છે કે કોઈ પણ બાકાત ન રહે. તેમજ બચાવ કાર્યને યોગ્‍ય દિશામાં લઈ જવા માટે નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે. તે જ સમયે, ભૂતપૂર્વ સૈન્‍ય અધિકારીઓ માટે બનાવવામાં આવેલ ચ્‍ઘ્‍ણ્‍લ્‍ પોલીક્‍લીનિક કાલપેટ્ટા, પૂર બચાવ કામગીરી માટે ડોકટરો અને નર્સિંગ સહાય સાથે તબીબી દવાઓ પ્રદાન કરે છે

(3:11 PM IST)