News of Wednesday, 31st July 2024
અમેરિકા અને ઇંગ્લેન્ડે તેના યુધ્ધ જહાજો તાકીદે ઇઝરાયેલના સાગર કાંઠા તરફ દોડાવ્યા : સ્ફોટક સ્થિતિ

ઇઝરાયલે ઈરાનના તહેરાનમાં હુમલો કરી, આજ સુધીના ઇઝરાયેલ ઉપરના તમામ હુમલાના માસ્ટરમાઈન્ડ ગણાતા હમાસના સુ-ીમો ઇસ્માઈલ હાનીયાને ફૂંકી મારવા સાથે જ લેબેનોનના બૈરુતમાં રોકેટ દ્વારા હમાસ કમાન્ડર ફૂઆદ શુકરને પણ ફૂંકી માર્યાના પગલે વિશ્વમાં ભારે સ્ફોટક સ્થિતિ સર્જાતી જાય છે.
આ દુર્ઘટનાના પગલે તુર્કીશ પ્રેસિડેન્ટ એરડોગન ભારે આઘાતમાં છે અને ગમે ત્યારે મોટું પગલું ભરી શકે છે.
આ વર્ષના પ્રારંભમાં જ હાન્યાના ત્રણ પુત્રોને ઇઝરાયેલે ગાઝા ઉપરના હુમલા દરમિયાન ફૂંકી માર્યા હતા.
હાન્યા એ સાત ઓક્ટોબરે ઇઝરાયેલ ઉપરના અમાસના ત્રાસવાદી હુમલાની ઉજવણી પણ કરી હતી. તેના ઉપર ૪૦ કરોડનું ઇનામ જાહેર થયું હતું.
દરમિયાન ઇઝરાયેલના આજના તહેરાન અને બૈરુત ઉપરના રોકેટ હુમલાના પગલે સર્જાયેલ સ્ફોટક સ્થિતિ વચ્ચે અમેરિકા અને યુકે બંને દેશોએ તેના યુદ્ધ જહાજો ઇઝરાયેલના સમર્થનમાં, ઇઝરાયેલના દરિયા કાંઠે ધસમસતા રવાના કર્યાના અહેવાલો મળે છે.
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
