<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

શિખરજીની પવિત્રતા જાળવવાની અરજી ઉપર સુપ્રીમમાં સુનાવણી પાછી ઠેલાઇ

ઝારખંડ સરકારના પગલાઓ વિરૂધ્ધ સુપ્રીમમાં જૈન સમાજ દ્વારા દાદ મંગાયેલ પર્યટન વિકાસ, રોપ વે નિર્માણ, નવા બાંધકામ-રાજકીય પ્રવૃતિઓ, માંસાહાર વેચાણ સહિતના મુદ્દે શ્રાવીકાએ અરજી કરેલ આવતા અઠવાડીયે વધુ સુનાવણી હાથ ધરાશે હું આશા રાખું છું કે એક વખત પારસનાથ પર્વત (શિખરજી)ની મુલાકાત લઉં: જસ્ટિસ કારોલ

અમદાવાદ,તા. ૩૧: ન્યાયમૂર્તિ સી.ટી. રવિકુમારની અધ્યક્ષતામાં એક ડિવિઝન બેન્ચ પારસનાથ પર્વતની પવિત્રતાને જાળવવા માટે ૩૧ જુલાઈએ અરજી પર સુનાવણી કરશે. આ પર્વત ઝારખંડના ગિરીડીહ જિલ્લામાં આવેલ છે. જે જૈન સમુદાય માટે સૌથી પૂજનીય તીર્થસ્થળ છે. Civil અપીલ નં. ૫૫૯૬-૫૬૦૦ of ૨૦૦૯ માં દાખલ થયેલી IA નં. ૧૫૬૮૯૧/૨૦૨૪, દર્શનાબેન નયનભાઈ શાહ દ્વારા દાખલ કરવામાં આવી છે, જે આ પવિત્ર સ્થળને અપવિત્ર કરતી પ્રવૃત્ત્િ।ઓને તાત્કાલિક બંધ કરવા માટે કોર્ટના આદેશોની માંગણી કરે છે.

આ અંગે જસ્ટીસ રવિકુમાર અને જસ્ટીસ સંજય કારોલની બેન્ચે જણાવેલ કે અમે દરેક ધર્મનું સન્માન કરીએ છીએ. કેસ આવતા અઠવાડીયા સુધી પાછો ઠેલવામાં આવ્યો છે. ઉપરાંત જસ્ટિસ કારોલે જણાવેલ કે હું આશા રાખું છું કે એક વખત પારસનાથ પર્વત (શિખરજી)ની મુલાકાત લઉં.

પારસનાથ પર્વત, જેને શિખરજી તરીકે પણ ઓળખવામાં આવે છે તે જૈનો માટે સૌથી પવિત્ર પૂજનીય સ્થળ માનવામાં આવે છે, કારણ કે ૨૪ માંથી ૨૦ તીર્થંકરો અને અનેક જૈન સાધુઓએ અહીં નિર્વાણ પ્રાપ્ત કર્યું છે. સદીઓથી, માત્ર જૈન સમુદાય જ નહીં પરંતુ વિવિધ ન્યાયિક અને વહીવટી સત્ત્।ાઓ દ્વારા પણ આ પર્વત તેની ધાર્મિક મહત્ત્વતા માટે માન્ય રહ્યો છે. જેમ અયોધ્યા હિન્દુઓ માટે, બોધગયા બૌદ્ઘો માટે, સુવર્ણ મંદિર શીખો માટે, મક્કા મુસલમાનો માટે અને વેટિકન કેથોલિકો માટે પવિત્ર છે તેમ આ પર્વત જૈનો માટે પવિત્ર છે.

આ અરજીમાં, દર્શનાબેન શાહ, જૈન સમુદાયના એક નિષ્ઠાવાન સભ્ય, તાજેતરમાં ઝારખંડ રાજય દ્વારા કરેલી ઘણી પ્રવૃત્ત્િ।ઓને પ્રકાશિત કરે છે, જે પર્વતની પવિત્રતાને જોખમમાં મૂકે છે. અરજીમાં નીચેના મુદ્દાઓને રજૂ કર્યા છેૅં

 ૧. પર્યટન વિકાસઃ ઝારખંડ રાજય સરકાર દ્વારા પ્રોત્સાહિત થઈ વધેલી પર્યટકોની અવરજવરને કારણે પર્વત ઉપર નવા વર્ષની ઉજવણીની પિકનિક અને ખાવાપીવાની પ્રવૃત્ત્િ।ઓને વેગ મળ્યો છે, જેને જૈનો દ્વારા અપવિત્ર માનવામાં આવે છે. ઝારખંડ રાજયએ રાજયમાં ૫ મુખ્ય સ્થળોએ પર્યટન વિકાસ માટે ૨૦૦૦ કરોડ રૂપિયાનો અંદાજ લગાવ્યો છે, જેમાંથી એક છે આ શિખરજી પર્વત. ઇકો-ટુરિઝમ પણ ઝારખંડ સરકારની યોજનાઓનો ભાગ છે.

૨. રોપવે નિર્માણઃ જૈનો પરંપરાગત રીતે ખુલ્લા પગે તીર્થયાત્રાને શ્રદ્ઘાનું ચિન્હ માનતા હોવાથી પર્વત પર રોપવે બનાવવા માટેના પ્રસ્તાવનો જૈન સમુદાય દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે. અગાઉની રોપવે માટેની યોજનાઓને આવા જ વિરોધને કારણે પડતી મુકવામાં આવી હતી.

૩. અપવિત્ર માળખાઓ અને રાજકીય પ્રવૃત્ત્િ।ઓઃ પર્વત પર નવા માળખાઓ, જેમ કે મતદાન મથકો, વ્યાવસાયિક દુકાનો, શાળાઓ વગેરે બાંધવામાં આવી રહ્યાં છે, જે પર્વતની પવિત્રતાને ધક્કો પહોંચાડે છે.

 ૪. માંસાહારી ભોજન પીરસવું: પર્વત પર સ્થિત શાળાઓ વિદ્યાર્થીઓને માંસાહારી ભોજન પીરસે છે, જે જૈન સમુદાય માટે તદ્દન અસ્વીકાર્ય છે અને પર્વતની પવિત્રતા માટેની ચિંતાઓને વધારે છે.

આ ગતિવિધિઓને કાનૂની કાર્યવાહીઓ લેવા પ્રેર્યા છે.

સીનિયર એડવોકેટ ડરાયસ ખંભાતા અને ગોપાલ સંકરનારાયણન દ્વારા તૈયાર કરવામાં આવેલ આ અરજીએ સુપ્રીમ કોર્ટને નીચેના આદેશો માટે માંગ કરી છે.

ઝારખંડ રાજયને પારસનાથ પર્વત પર ઈકો-ટુરિઝમ, માળખાઓના નિર્માણ, રોપવેના નિર્માણ અને કોઈપણ પ્રકારના બાંધકામની મંજૂરીઓ આપતા આદેશો કરવાથી રોકવા;

ઝારખંડ રાજયને આ પવિત્ર પર્વત પર જૈન પરંપરા અને શા સ્ત્રો - સિદ્ઘાંતો મુજબ અપવિત્ર માનવામાં આવતી પ્રવૃત્ત્િ।ઓ કરવાથી રોકવાનો આદેશ આપવો, અને આ પવિત્ર પર્વતની પવિત્રતાને જાળવવા માટે કાયદાકીય રીતે જરૂરી પગલાં લેવા.

 આ અરજી પારસનાથ પર્વત માટે ચાલતા  છ દાયકા લાંબા  ટાઇટલના  વિવાદનો એક ભાગ છે, જેની શરૂઆત ૧૯૫૩માં બિહાર રાજય દ્વારા બિહાર ભૂમિ સુધારણા અધિનિયમ, ૧૯૫૦ હેઠળ સમગ્ર પારસનાથ પર્વતના વિસ્તારના અધિગ્રહણથી થઈ હતી. આ અધિનિયમ ભારતીય બંધારણના નવમી અનુસૂચિ હેઠળ આવે છે અને જૈન સમુદાયના અતિ મહત્ત્વપૂર્ણ પૂજા સ્થાન - શિખરજી પર્વતની સુરક્ષાના મૂળભૂત અધિકાર પર આક્રમણ કરે છે. દર્શનાબેન શાહ, જે મુખ્ય મામલામાં પણ એક અરજીકર્તા છે. તેઓ પવિત્ર પારસનાથ પર્વતની પવિત્રતાની રક્ષા માટે અત્યંત સમર્પિત છે. છેલ્લા ૩૦ વર્ષથી સતત ઉપવાસ કરી રહ્યા છે. ત્રણ દિવસ સુધી ફકત ઉકાળેલા પાણી અને ચોથા દિવસે એક વખત ભોજન લે છે.

જૈન સમુદાયને સુપ્રીમ કોર્ટ પાસે એક ન્યાયી ચુકાદાની આશા છે, જે પારસનાથ પર્વતની પવિત્રતાને જાળવી રાખશે, તેને આવતી પેઢીઓ માટે એક પૂજા સ્થાન તરીકે સંરક્ષિત કરશે અને ભારત અને વિશ્વભરમાં રહેતા લાખો જૈનોનો ભારતીય ન્યાય તંત્ર પરનો વિશ્વાસ પુનૅંસ્થાપિત કરશે.

(4:03 PM IST)