<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

ગૂગલ મેપના ઉપયોગ પર દર મહિને વસૂલવામાં આવશે ચાર્જ

૧ ઓગષ્ટથી લાગૂ થઇ રહ્યો છે નવો નિયમ

નવી દિલ્હી, તા.૩૧: ગૂગલ મેપ એક પોપ્યુલર નેવિગેશન એપ છે. સામાન્ય રીતે ઘણા સ્માર્ટફોન યૂઝર્સ નાના-મોટા કામ માટે તેનો ઉપયોગ કરે છે. હવે કંપનીએ તેના નિયમોમાં ફેરફાર કરી દીધો છે. આ ફેરફાર ૧ ઓગસ્ટ, ૨૦૨૪થી લાગૂ થઈ જશે. રસપ્રદ વાત તો એ છે કે, ગૂગલ મેપને કિંમતમાં ૭૦ ટકા કપાત કરી દીધો છે. તેની સાથે જ ગૂગલ મેપ ફીને ડોલરની જગ્યાએ રૂપિયામાં સ્વીકાર કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. હજુ સુધી ડોલરમાં જ પેમેન્ટ કરવામાં આવતુ હતુ. તેનાથી ભારતીય યૂઝર્સને મોટી રાહત મળશે.

ગૂગલ મેપે એવા સમયમાં કપાત કર્યો છે, જ્યારે ઓલા મેપની માર્કેટમાં એન્ટ્રી થઈ ચૂકી છે. સાથે જ ઓલા મેપને ફ્રીમાં ઉપયોગ કરી શકાશે. એવામાં ગૂગલ મેપને તગડો ઝાટકો લાગી શકે છે.

ગૂગલ મેપની ફીમાં કેટલો કપાત થયો? - ગૂગલ તરફથી પહેલા ભારતીય પાસેથી નેવિગેશન માટે ૪થી ૫ ડોલર માસિક ફી વસૂલવામાં આવતી હતી. જેને ૧ ઓગસ્ટ ૨૦૨૪થી ઘટાડીને ૦.૩૮થી લઈને ૧.૫૦ ડોલર કરી દેવામાં આવી છે.

યૂઝર્સ પર શું અસર થશે?- આ ફેરફારથી સામાન્ય યૂઝર્સને કંઈ ફરક નહીં પડે. પરંતુ જો બિઝનેસ માટે ઉપયોગ કરો છો, તો રૂપિયા ચૂકવવા પડશે. જો કે, રાહતની વાત એ છે કે, હવે પહેલા કરતા ઓછા રૂપિયા આપવા પડશે. આટલું જ નહીં હવે ડોલરની જગ્યાએ ભારતીય કરેન્સીમાં પેમેન્ટની છૂટ મળી જશે.

યૂઝર્સના મનમાં આ સવાલ- એવામાં હવે યૂઝર્સના મનમાં એ સવાલ છે કે, જ્યારે ગૂગલ મેપ ફ્રી છે, તો પછી કપાત કઈ વાત પર થઈ રહ્યો છે? તમને જણાવી દઈએ કે, ગૂગલ મેપનો ઉપયોગ સામાન્ય લોકો માટે ફ્રી છે. પરંતુ તો તેનો ઉપયોગ બિઝનેસ માટે કરવામાં આવે છે, તો તેના માટે ચાર્જ લેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જેમ કે ઓલા એક રાઈડ શેરિંગ કંપની છે, જે નેવિગેશન માટે ગૂગલ મેપનો ઉપયોગ કરે છે, તો રૂપિયા આપવા પડશે. આ રૂપિયામાં કપાત કરવામાં આવ્યો છે.

(4:07 PM IST)