News of Thursday, 1st August 2024
દિલ્હીમાં ભારે વરસાદને કારણે જળબંબાકાર :ગુરુવારે શાળા કોલેજો બંધ રહેશે :વરસાદ માટે રેડ એલર્ટ જારી
સૌથી વધુ વરસાદ પૂર્વ દિલ્હીના મયુર વિહારમાં નોંધાયો અહીં ત્રણ કલાકમાં 119 મીમી વરસાદ ખાબક્યો

નવી દિલ્હી. બુધવારે પણ હવામાન વિભાગની આગાહી ખોટી સાબિત થઈ હતી. યલો એલર્ટ વચ્ચે આકરા તડકામાં ભેજના કારણે દિવસભર સ્થિતિ દયનીય બની હતી. જ્યારે સાંજના સમયે અમુક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ તો અમુક જગ્યાએ મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો. એટલો વરસાદ પડ્યો કે દિલ્હીમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા અને ટ્રાફિક જામ થઈ ગયો.
દિલ્હી સરકારે 1લી ઓગસ્ટ (ગુરુવાર) માટે શાળાઓ બંધ રાખવાનો આદેશ આપવો પડ્યો હતો. દિલ્હી સરકારના મંત્રી આતિશીએ મોડી રાત્રે સોશિયલ સાઈટ X પર પોસ્ટ કર્યું કે બુધવારે ભારે વરસાદ અને ગુરુવારે વરસાદની આગાહીને કારણે રાજધાનીની તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ રહેશે
ભારે વરસાદના કારણે હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ, ઉત્તર પૂર્વ, દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ પૂર્વીય એમ ચાર જિલ્લાઓ માટે યલો એલર્ટને રેડ એલર્ટમાં બદલવો પડ્યો હતો. આ ભારે વરસાદે ભેજ અને ગરમીથી તો રાહત તો આપી જ હતી, પરંતુ સાથે જ જનજીવન પણ ખોરવ્યું હતું. હવામાન વિભાગે આગામી બે દિવસ માટે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે બુધવારે દિવસભર વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી હતી. હળવાથી મધ્યમ વરસાદ અને અમુક જગ્યાએ મધ્યમથી ભારે વરસાદ પડશે. પણ ઊલટું, સૂર્ય સવારમાં જ બહાર આવી ગયો હતો, જે જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ તેજ બનતો ગયો. જેના કારણે ભેજનું પ્રમાણ પણ વધ્યું હતું
(12:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
